મહારાષ્ટ્રમાં ક્રૂર માતાએ પોતાની ત્રણ દિવસની દીકરીને રૂમાલ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી

|

Jan 08, 2023 | 7:58 AM

મહારાષ્ટ્રના લાતુરમાં એક માતાને પુત્રની ચાહમાં તેની પોતાની ત્રણ દિવસની બાળકીને ક્રુરતાથી મોતને ઘાટ ઉતારી હતી. માતાએ બાળકીને દુનિયા જોતા પહેલા જ મોતને ઘાટ ઉતારી છે.

મહારાષ્ટ્રમાં ક્રૂર માતાએ પોતાની ત્રણ દિવસની દીકરીને રૂમાલ વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
a cruel mother strangled her three-day-old daughter to death with a handkerchief

Follow us on

સામાન્ય રીતે જીવનના બધા સબંધોમાંથી માતાનો સબંધ સર્વોપરી હોય છે. એવુ કહેવાય છે કે જો ગણવા જઈએ તો પણ માતાનો સંબંધ અન્ય સંબંધ કરતાં પણ નવ મહિના વધુ રહે છે. સાથે એક કહેવત છે કે બાળક અયોગ્ય હોઈ શકે છે, પરંતુ માતા ક્યારેય કુમાતા બની શકતી નથી. આપણા કોઈ પણ પુસ્તકોમાં માતા કુમાતા હોઈ શકે એવું નથી લખ્યું. પરંતુ વાસ્તવમાં આવું પણ બને છે. મહારાષ્ટ્રના લાતુરમાં એક માતાને પુત્ર જોઈતો હતો. પરંતુ આ ઈચ્છા પૂરી ના થતા. પહેલી દીકરી પછી તેને બીજી દીકરી પણ થઈ. તો તેને ક્રોધમાં આવીને તેણે તેની ત્રણ દિવસની બાળકીનું રૂમાલ વડે ગળું દબાવી દીધું. એ માસૂમ બાળકનો વાંક માત્ર એટલો જ હતો કે તે આ દુનિયામાં દિકરા તરીકે નહીં પણ દીકરી બનીને જન્મ લીધો હતો. આ ક્રૂર માતાનું નામ રેખા કિસન ચૌહાણ છે. તે ઉસ્માનાબાદ જિલ્લાના લોહારા તહસીલના હોળી વિસ્તારની રહેવાસી છે, જે અત્યારે લાતુરના એક ટાઉનશીપમાં રહે છે. આ માતાની ઉંમર માત્ર 25 વર્ષ છે. જે એક માતા હોવા છતા પણ આવી ક્રૂરતા કરતા પહેલા એક પણ વિચાર કર્યો ન હતો.

શું દિકરી તરીકે જન્મ લેવો પાપ છે

27 ડિસેમ્બરેના દિવસે પ્રસૂતિની પીડા થતાં જ રેખાને લાતુરના વસંતનગર ટાંડાના કટગામ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. આ દિવસે તેણે એક દિકરીને જન્મ આપ્યો હતો. પરંતુ બીજી વખત પણ પુત્રીનો જન્મ થવાથી રેખા કિસન ચૌહાણનું હૃદય ઉદાસ થઈ ગયું હતું જેના કારણે તેને ગુસ્સામાં આવીને 29 ડિસેમ્બર 2022ના રોજ તેણે પોતાની ત્રણ દિવસની ફૂલ જેવી દિકરીને રૂમાલથી ગળું દબાવીને મારી નાખી હતી.

આરોપી માતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો

જ્યારે પોલીસે તપાસ કરી અને પૂછપરછ કરી, ત્યારે તેમને શંકા હતી કે માતાએ બાળકની હત્યા કરી છે. પૂછપરછ સમયે તરત જ રેખાએ તેનો અપરાધ સ્વીકારી લીધો હતો. તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દુનિયા જોતા પહેલા જ માતાએ આપ્યું મૃત્યું

આ ભયાનક અને ક્રુર ઘટનાના  સમાચાર સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગયા હતા. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે બાળકીએ જન્મ લઈને શું ગુનો કર્યો હતો? કેટલાંક નિઃસંતાન દંપતી કહી રહ્યા છે કે તેમણે બાળકી અમને સોંપી હોત તો અમે તેની ખૂબ કાળજીથી તેનું લાલન- પાલન કરત. આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે કેવી રીતે એક માતાએ તેની ફુલ જેવી બાળકીને જીવન જીવતા પહેલા જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Next Article