Maharashtra : “જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત”, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર

|

Nov 25, 2021 | 1:04 PM

NCP વડા શરદ પવારે કહ્યું કે, "જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત."

Maharashtra : જો વિધાનસભાની ચૂંટણી ન હોત તો મોદી સરકારે કાયદો પાછો ખેંચ્યો ન હોત, કૃષિ કાયદાને લઈને શરદ પવારના મોદી સરકાર પર પ્રહાર
Farm Laws Withdrawn

Follow us on

Maharashtra : NCPના વડા શરદ પવારે ત્રણ કૃષિ કાયદાઓ પાછી ખેંચવા પર PM મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પવારે કહ્યું કે જો આગામી વિધાનસભાની ચૂંટણી(Assembly Election)  ઘણા રાજ્યોમાં ન યોજાઈ હોત તો મોદી સરકારે ક્યારેય કાયદાને રદ કરવાનો નિર્ણય લઈ ન લીધો હોત.PM  મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ (Farm Laws Withdrawn) પાછા ખેંચવાની જાહેરાત બાદ તમામ વિપક્ષી પાર્ટીએ તેને ચૂંટણી પ્રભાવિત નિર્ણય ગણાવ્યો છે. જે બાદ હવે NCP વડા શરદ પવારે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે.

પવારે બુધવારે સતારામાં કહ્યું હતું કે, જો કેન્દ્રએ રાજ્યોને વિશ્વાસમાં લીધા હોત અને સંસદમાં ત્રણ કૃષિ કાયદાઓ પર ચર્ચા કરી હોત તો આજે સ્થિતિ અલગ હોત. પવારે વધુમાં કહ્યું હતું કે જો આગામી ચૂંટણીઓ ન યોજાઈ હોત તો કાયદાને રદ કરવાનો નિર્ણય ન લેવાયો હોત.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

મહા વિકાસ અઘાડી ફરીથી સરકાર બનાવશે

બીજી તરફ પવારે મહા વિકાસ આઘાડી (MVA) સરકારના પતનના ભાજપના દાવાઓ પર વળતો પ્રહાર કર્યો હતો. પવારે કહ્યું કે, હું દ્રઢપણે માનું છું કે આ સરકાર તેનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. જો તેઓ આગામી ચૂંટણી સાથે મળીને લડશે તો ફરી સત્તામાં આવવાનો તેણે દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે, મહા વિકાસ અઘાડીમાં NCPની સાથી શિવસેના (Shiv Sena) પણ કૃષિ કાયદાઓને પાછી ખેંચવાના નિર્ણયને લઈને મોદી સરકાર પર સતત ટીકા કરી રહી છે. તાજેતરમાં સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ ખેડૂતો તેમનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી.’

સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી સંસદમાં ઠરાવ રજૂ કરીને આ કાયદાને રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ જણાવ્યું હતું. મતલબ કે ખેડૂતો દેશના વડાપ્રધાનની વાત માનવા તૈયાર નથી. ખેડૂતોને વડાપ્રધાનમાં વિશ્વાસ નથી.

 

આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ

આ પણ વાંચો: Maharashtra: સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કોરોનાની ત્રીજી લહેરને લઈને આપી ચેતવણી, આ તરફ BMC કરી રહી છે બુસ્ટર ડોઝની તૈયારી

Next Article