Maharashtra : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) 18 ડિસેમ્બરથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પુણેમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરશે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના કર્મચારીઓ સાથે વાતચીત કરશે.
સાંઈબાબાના શરણમાં શીશ ઝુકાવશે શાહ
ઉપરાંત આ મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહ પૂણેમાં વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના (National Institute Of Co-Opreative Management) દીક્ષાંત સમારોહ અને મુંબઈમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા (ICSI)ના રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં પણ હાજરી આપશે. મળતા અહેવાલો પ્રમાણે 18 ડિસેમ્બર ના રોજ ગૃહમંત્રી અહમદનગરમાં શિરડી મંદિરની મુલાકાત લેશે.
વિઠ્ઠલરાવ વિખે પાટીલ સાહિત્ય પુરસ્કાર સમારોહમાં હાજરી આપશે
તમને જણાવી દઈએ કે,અમિત શાહ શહેરમાં ICSI ફંક્શનમાં હાજરી આપવા ઉપરાંત લોનીમાં વિઠ્ઠલરાવ વિખે પાટિલ સાહિત્ય પુરસ્કાર એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.મળતી માહિતી અનુસાર શાહ 19 ડિસેમ્બરે પુણેમાં નવી CFSL બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને NDRFના જવાનો સાથે વાતચીત કરશે.. બાદમાં તેઓ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Pune Municipal Corporation) મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમાનો શિલાન્યાસ કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૃહ પ્રધાન 19 ડિસેમ્બર સાંજે પુણેમાં બીજેપી કાર્યકર્તાઓને પણ મળશે, ત્યારબાદ તેઓ પ્રખ્યાત ઈતિહાસકાર બાબાસાહેબ પુરંદરેના નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.
અમિત શાહે દેશના વિકાસમાં સહકારીનુ મહત્વને આપ્યો હતો ભાર
આ પહેલા શુક્રવારે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે દેશના વિકાસમાં સહકારીનુ મહત્વ જણાવતા કહ્યુ કે, કોઈ પણ સહકારી ક્ષેત્ર સાથે બીજા વર્ગ જેવો વ્યવહાર કરી શકાશે નહીં. સહકાર ભારતીના સાતમા રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, ‘હવે કોઈ પણ સહકારી સંસ્થાને બીજા વર્ગના નાગરિક ગણી શકશે નહીં અને તેની હું ખાતરી આપુ છુ.’
આ પણ વાંચો : સમીર વાનખેડેને ન મળ્યું એક્સટેન્શન, 31 ડિસેમ્બરે NCBમાંથી પૂરી થશે સેવા, વિવાદોમાં ઘેરાયેલો રહ્યો કાર્યકાળ