Maharashtra Rain Update : મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલગાંવ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ , જુઓ VIDEO

|

Sep 01, 2021 | 8:51 AM

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને (Heavy Rains)કારણે જલગાંવ સહિતના ઘણા વિસ્તારોમાં મકાનો અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Maharashtra Rain Update : મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જલગાંવ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ , જુઓ VIDEO
Heavy Rains in Maharashtra

Follow us on

Maharashtra Rain Update :  દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાએ (Monsoon) ફરી એકવાર પધરામણી કરી છે. મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને કારણે ઔરંગાબાદ-કન્નડ-જલગાંવનો  માર્ગ  વ્યવહાર સંપૂર્ણ રીતે અટકી ગયો છે. આ સાથે મરાઠાવાડા, ઉત્તર મહારાષ્ટ્ર સહિત કોંકણ અને મુંબઈમાં (Mumbai) ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, મંગળવારે સવારથી જ મુંબઈ અને ઉત્તર કોંકણ, પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો,અને દિવસભર વરસાદ (Heavy Rains) ચાલુ રહ્યો હતો.ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્રમાં જલગાંવની ચાલીસગાંવ તહસીલ અને મરાઠવાડામાં ઔરંગાબાદની કન્નડ તહેસીલમાં પડેલા ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે,જેને પગલે જળસ્તરમાં વધારો નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

જલગાંવમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું

ભારે વરસાદને કારણે જલગાંવના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેમાં ઘણા વિસ્તારોના મકાનો અને રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયા છે. સાથે જ જલગાંવના (Jalgaon) ચાલીસગાંવમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, અહીં ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલીસગાંવમાંથી પસાર થતી ફિતૂર નદી ઓવરફ્લો થતા આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ભૂસ્ખલન બાદ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

મંગળવારે સવારે ઔરંગાબાદથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 52 ના ડુંગરાળ વિભાગ ઓટ્રામ ઘાટ પર ભૂસ્ખલનને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે ઓરંગાબાદ-ચાલીસગાંવ-ધુલે પસાર થતા નેશનલ હાઈવે પરનો માર્ગ વાહન વ્યવહાર સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો.

 

પોલીસ અધિકારીએ જ(Police Officer) ણાવ્યું હતુ કે, વિભાગ પરનો ટ્રાફિક ડાયવર્ટ (Traffic divert) કરવામાં આવ્યો છે અને ભૂસ્ખલન બાદ કાટમાળ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે મુંબઈના સાકી નાકા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયું હતુ, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. BMCના અધિકારીએ (Officer) જણાવ્યું હતુ કે, “મંગળવારે સવારે પશ્ચિમી ઉપનગરમાં ભારે વરસાદ વચ્ચે મલાડના કુરાર ગામમાં ભૂસ્ખલન બાદ 100 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.”

 

આ પણ વાંચો: Maharashtra : ભાજપના નેતા જયપ્રકાશ ઠાકુરે પોલીસને આપી જોઈ લેવાની ધમકી, વિડિયો થયો વાયરલ

આ પણ વાંચો: Bollywood Drug Case : અરમાન કોહલીની મોબાઈલ ચેટ દ્વારા થયો મોટો ખુલાસો, પેરુ-કોલંબિયાથી આવતું હતું ડ્રગ્સ

Next Article