Hanuman Chalisa vs Azaan : આજે મહારાષ્ટ્રમાં શું થશે, રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર હટાવાશે લાઉડસ્પીકર કે થશે બબાલ ?

Raj Thackarey Loudspeaker Ultimatum: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેઓ એ જગ્યાએ હનુમાન ચાલીસ વગાડે જ્યાં આજથી લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાંથી અજાન કરવામાં આવે છે.

Hanuman Chalisa vs Azaan : આજે મહારાષ્ટ્રમાં શું થશે, રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર હટાવાશે લાઉડસ્પીકર કે થશે બબાલ ?
Raj Thackeray
Image Credit source: File Image
| Edited By: | Updated on: May 04, 2022 | 7:16 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજે હંગામો થશે કે પછી બધું શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ જશે ? એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) વડા રાજ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેઓ એ જગ્યાએ હનુમાન ચાલીસા (Hanuman Chalisa) વગાડે જ્યાં લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાંથી અજાન (Azaan) આપવામાં આવે છે. તેણે કહ્યું કે આનાથી તેમને એ પણ ખબર પડશે કે મુશ્કેલી શું છે. સ્પષ્ટ છે કે રાજ ઠાકરેના આ અલ્ટીમેટમથી મહારાષ્ટ્ર રાજ્યનું રાજકીય તાપમાન આજે વધવાનું છે અને તેની અસર મહારાષ્ટ્રમાં અનેક સ્તરે જોવા મળી શકે છે.

રાજ ઠાકરે સામે કેસ નોંધાયો

દરમિયાન, મહારાષ્ટ્ર પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ બે દિવસ પહેલા મસ્જિદો પરના લાઉડસ્પીકર મુદ્દે કરેલા ભાષણ બદલ કેસ નોંધ્યો છે. રાજ ઠાકરે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153, 116 અને 117 અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કેસ નોંધાયા હોવા છતાં, રાજ ઠાકરેએ લોકોને ગઈકાલ મંગળવારે સાંજે અપીલ કરી છે કે જો તેઓ બુધવારે ક્યાંય પણ લાઉડસ્પીકર પર જોરથી અજાન સંભળાય તો તેના જવાબમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો. એક ખુલ્લા પત્રમાં, ઠાકરેએ લોકોને અજાનના અવાજથી પરેશાન થાવ તો ટેલફોન નંબર 100 ઉપર ડાયલ કરીને પોલીસને જાણ કરવા જણાવ્યું હતું. MNS નેતાએ કહ્યું, દરરોજ ફરિયાદ થવી જોઈએ. તેમણે કહ્યું કે હું તમામ હિંદુઓને અપીલ કરું છું કે 4 મેથી જ્યાં પણ લાઉડસ્પીકર પર અજાન આપવામાં આવે છે ત્યાં તમે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડો અને તેમને એ પણ સમજવા દો કે લાઉડસ્પીકરથી શું સમસ્યા છે.

અલ્ટીમેટમથી સરકાર ચાલતી નથી

દરમિયાન, શિવસેનાના સાંસદ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે જો કોઈ ભડકાઉ ભાષણ કરશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર કોઈ અલ્ટીમેટમનું પાલન કરતી નથી. રાજ્યમાં કાયદાનું શાસન છે. રાજ ઠાકરે વિરુદ્ધ કેસ નોંધાયા પછી, MNS નેતાઓએ ચેતવણી આપી હતી કે જો પાર્ટીના વડા વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ રસ્તા પર ઉતરશે.

Follow Us