ઠાકરે સરકાર પર કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના આકરા પ્રહાર, કહ્યું ‘હનુમાન ચાલીસાના પાઠ કરવા અપરાધ નથી’

|

Apr 27, 2022 | 2:10 PM

ભાજપના સાંસદ નવનીત રાણાની (Navneet Rane) ધરપકડને યોગ્ય ઠેરવતા કેન્દ્રીય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારને આડે હાથ લીધી હતી.

ઠાકરે સરકાર પર કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેના આકરા પ્રહાર, કહ્યું હનુમાન ચાલીસાના પાઠ કરવા અપરાધ નથી
Union Minister Raosaheb Danve (File Photo)

Follow us on

હનુમાન ચાલીસા અને અઝન વિવાદ  (Hanuman Chalisa Controversy) દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ વિવાદ  (Loudspeaker Controversy)દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યો છે, ત્યારે હવે આ મામલે રાજકારણ પણ ગરમાયુ છે.ભાજપના સાંસદ નવનીત રાણાની ધરપકડને યોગ્ય ઠેરવતા કેન્દ્રીય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ મહારાષ્ટ્રની(Maharashtra)  ઉદ્ધવ સરકારને ઘેરી હતી. તેણે કહ્યું કે, દેશમાં હનુમાન ચાલીસા પાઠ કરવા અપરાધ નથી પરંતુ તેના પર જે રાજકારણ થઈ રહ્યું છે તે ખોટું છે. રવિ રાણા અને નવનીત રાણાએ(Navneet Rana)  નિવેદન આપ્યું હતું કે તેઓ માતોશ્રી પર હનુમાન ચાલીસા વગાડશે.

પોલીસે સાંસદ નવનીત રાણા સાથે ગેરવર્તણૂક કરી નથીઃ ગૃહમંત્રી

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે-પાટીલે સ્વતંત્ર સાંસદ નવનીત રાણાના આરોપને નકારી કાઢ્યો હતો કે શનિવારે તેમની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાં (Police Custody) તેમની અને તેમના પતિ સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આરોપો અંગે માહિતી માંગી છે અને તે પૂરી પાડવામાં આવશે.સ્પીકરને લખેલા પત્રમાં નવનીત રાણાએ આરોપ લગાવ્યો છે કે તેમની જાતિના કારણે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને ખાર પોલીસ સ્ટેશનમાં (Khar Police Station) પાણી પણ આપવામાં આવ્યું હતુ.

વલસે-પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, “મેં વ્યક્તિગત રીતે લોકસભાના સભ્ય નવનીત રાણાના આરોપો વિશે માહિતી માંગી હતી કે પોલીસ અધિકારીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી કારણ કે તેઓ નીચલી જાતિના છે.”

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત

ભાજપના સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ શનિવારે મુંબઈમાં મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કર્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.જેને કારણે શિવસેનાના કાર્યકરો પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા.આ દંપતીએ બાદમાં બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાતને ટાંકીને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની યોજના છોડવી પડી હતી. અન્ય આરોપો અને રાજદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા રાણા પતિ-પત્ની હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચોઃ

CCTV ફૂટેજ પર વકીલનો દાવો- નવનીત રાણાએ સાંતાક્રુઝના લોકઅપ અંગે કરી હતી ફરિયાદ, પોલીસે ખાર પીએસનો વીડિયો શેર કર્યો

આ પણ વાંચોઃ

ના હોય ! શાહરૂખ ખાનના ઘરની નવી નેમપ્લેટ ‘મન્નત’ની કિંમત લાખોમાં, આટલામાં મધ્યમ વર્ગ ખરીદી શકે છે લક્ઝરી કાર

Next Article