નવા વાયરસનું સંકટ : મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, મેડિકલના વિદ્યાર્થી સહિત 2ના મોત

|

Mar 16, 2023 | 8:13 AM

મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી 74 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.જ્યારે કોરોના તેમજ H3N2 વાયરસ વાયરસથી સંક્રમિત મેડિકલના વિદ્યાર્થીનુ મોત થયુ છે.

નવા વાયરસનું સંકટ : મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H3N2 વાયરસ, મેડિકલના વિદ્યાર્થી સહિત 2ના મોત

Follow us on

Maharashtra : દેશમાં એક નવા વાયરસે દસ્તક આપી છે. H3N2 વાયરસનો ચેપ સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના કારણે બે લોકોના મોત થયા છે. જેમાંથી એક 74 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે. જ્યારે કોરોના તેમજ H3N2 વાયરસ વાયરસથી સંક્રમિત મેડિકલના વિદ્યાર્થીનુ મોત થયુ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે આ જાણકારી આપી હતી.

રાજ્યમાં H3N2 વાયરસના 361 કેસ નોંધાયા

આ સાથે મંત્રી તાનાજીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં H3N2 વાયરસના 361 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમને એલર્ટ પર રાખવામાં આવી છે. તો માહિતી મુજબ સરકાર દ્વારા આગામી બે દિવસમાં આ સંક્રમણ અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.તો સાથે જ મંત્રીએ લોકોને ભીડવાળી જગ્યાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સલાહ આપવામાં આવી છે.

 સતત વધી રહ્યુ છે H3N2 નું સંક્રમણ

નવા સંક્રમણ વિશે માહિતી આપતાં આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે, વાયરસને કારણે બે લોકોનાં મોત થયાં છે. આમાં એક 74 વર્ષીય વ્યક્તિ છે. બીજો અહેમદનગરનો MBBS ના પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તેમની ઉંમર માત્ર 23 વર્ષની હતી. તેને કોરોનાની સાથે સાથે H1N1 અને H3N2નો ચેપ લાગ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઈન્ફ્લુએન્ઝા બે પ્રકારના વાયરસ H1N1 અને H3N2 થી થાય છે. આગામી બે દિવસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે વિગતવાર ચર્ચા કર્યા બાદ રાજ્યના તમામ લોકોને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. આ વાયરસનું સંક્રમણ મુંબઈ, પુણે, નાગપુર, ઔરંગાબાદ, થાણે, સાંગલી અને કોલ્હાપુરમાં જોવા મળ્યુ છે. આપને જણાવી દઈએ કે H1N2 ના 303 અને H3N2 ના 58 દર્દીઓ છે.

તો આ તરફ વધતા સંક્રમણને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યુ છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે તમામ જિલ્લા અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઓક્સિજન સાથે તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે દર ત્રણ કલાકે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.

Next Article