Ganesh Utsav: વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તો પણ નેગેટીવ રીપોર્ટ જરૂરી, ગણેશોત્સવ માટે પ્રશાસનની તૈયારી

|

Aug 21, 2021 | 11:48 PM

મુંબઈથી ગામમાં આવતા ભક્તોનો કોરોના નેગેટિવ રિપોર્ટ ચોક્કસપણે જોવામાં આવશે અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે જ ગામોમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. જેમણે એન્ટી-કોરોના વાયરસ રસીના બંને ડોઝ લીધા છે, તેમનો પણ ટેસ્ટ રિપોર્ટ જોવામાં આવશે.

Ganesh Utsav: વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હશે તો પણ નેગેટીવ રીપોર્ટ જરૂરી, ગણેશોત્સવ માટે પ્રશાસનની તૈયારી
File Image

Follow us on

ગણેશ ઉત્સવ (Ganesh Utsav) નજીક આવી રહ્યો છે. દર વર્ષે મુંબઈ (Mumbai)માંથી લાખો લોકો તેમના ગામોમાં ગણેશ પૂજા કરવા માટે જાય છે. ગામ જવા માટે વધારે સંખ્યામાં ભક્તો કોંકણ પ્રદેશના છે. ગણેશોત્સવની દ્રષ્ટીએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના બે જિલ્લા ખૂબ મહત્વના છે. રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લામાં દર વર્ષે લાખો લોકો મુંબઈથી આવે છે. આ વખતે સિંધુદુર્ગ જિલ્લામાં આશરે 2 લાખ યાત્રાળુઓ આવવાની ધારણા છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગયા વર્ષે મુંબઈમાં કોરોનાનો સંક્રમણ દર ખૂબ ઉંચો હતો. જ્યારે તે સમયે સિંધુદુર્ગમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં હતું. વહીવટીતંત્ર દ્વારા મુંબઈથી ગામમાં આવનારાઓ માટે કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જિલ્લામાં આવતા લોકો માટે ત્રણ દિવસ માટે આઈસોલેશન અને ક્વોરન્ટાઈન નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ કારણે ગામમાં બહુ ઓછા લોકો આવ્યા. તેમ છતાં ગણેશોત્સવ પછી આ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાયું હતું. એટલા માટે આ વખતે વહીવટીતંત્ર વધારે જ સાવચેતી રાખવાના મૂડમાં છે.

 

ગત વર્ષે કોરોનાએ રોક્યા, પરંતુ આ વખતે ગણેશોત્સવમાં 2 લાખ લોકોની આવવાની શક્યતા

ગયા વર્ષે કોરોનાના પ્રતિબંધોને કારણે બહુ ઓછા લોકો પોતપોતાના ગામોમાં જઈ શક્યા હતા. આ વખતે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ગણેશ પૂજા માટે ગામ જવાની તૈયારી કરી રહ્યા છે. બીજી બાજુ વહીવટીતંત્ર પણ તેની તરફથી સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે જ્યારે ઘણા કડક પ્રતિબંધો હોવા છતાં ગણેશોત્સવ પછી કોરોનાનું સંક્રમણ વધ્યું, આ વખતે જોખમ વધારે છે. કારણ કે લગભગ 2 લાખ લોકો ગામમાં આવવાના છે. તેને જોતા વહીવટીતંત્રની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

 

રસીના બંને ડોઝ લેવા છતાં કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી છે

તેથી જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ રીતે જોખમ લેવા તૈયાર નથી. સ્થાનિક પ્રશાસન કડક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈથી સિંધુદુર્ગ આવનારા ભક્તોનો કોરોના નેગેટિવ રિપોર્ટ ચોક્કસપણે જોવામાં આવશે અથવા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રિપોર્ટ નેગેટિવ આવે તો જ ગામોમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. જેમણે એન્ટી-કોરોના વાઈરસ રસીના બંને ડોઝ લીધા છે, તેમનો પણ કોરોના ટેસ્ટ રિપોર્ટ  જોવામાં આવશે.

 

મુંબઈથી મોટી સંખ્યામાં આવી રહેલા લોકોને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ કે મંજુલક્ષ્મીએ તૈયારીઓની જાણકારી લેવા માટે ખારેપાટણ ચેકપોસ્ટ અને કનકાવલી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જિલ્લામાં પ્રવેશતા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મોટી સંખ્યામાં આવતા વાહનોને ધ્યાનમાં રાખીને પાર્કિંગની સુવિધા પણ વધારવામાં આવશે. પોલીસ દળની સંખ્યા વધારવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે રેલવે પ્રશાસનને પણ સ્ટેશન પર પોલીસ દળની સંખ્યા વધારવાની સૂચના પણ આપી છે.

 

કોરોનાની ત્રીજી લહેરના ભયને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર નિયમો કડક કરી રહ્યું છે

જો કે જિલ્લા મેજિસ્ટ્રેટે હજુ સુધી સ્પષ્ટપણે નક્કી કર્યું નથી કે પ્રતિબંધો કેટલા કડક રહેશે. હાલ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરના ભયને જોતા તે નિશ્ચિત છે કે પ્રતિબંધોમાં કોઈ  છૂટછાટ આપવામાં આવશે નહીં. આગામી સપ્તાહ સુધીમાં મુંબઈથી ગામમાં આવતા ભક્તો માટે નિયમો નક્કી કરવામાં આવશે. પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી એવું લાગે છે કે બંને ડોઝ લેવા છતાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ જિલ્લામાં પ્રવેશ આપવાની યોજના છે.

 

આ પણ વાંચો : Maharashtra Lockdown: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, મુંબઈમાં ફરી લાગી શકે છે લોકડાઉન

 

Next Article