Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગ્લાની પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગલા 'મન્નત' (Shahrukha Khan Mannat) પાસેની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. મકાનનું નામ 'જીવેશ' છે. 21 માળની આ ઈમારતના 14મા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Fire In Mumbai: શાહરૂખ ખાનના બંગ્લાની પાસે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
A huge fire broke out near Shah Rukh Khan's bungalow
Image Credit source: ANI
| Edited By: | Updated on: May 09, 2022 | 10:05 PM

મુંબઈમાં બાંદ્રા વેસ્ટ સ્થિત સુપરસ્ટાર શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ (Shahrukha Khan Mannat) પાસેની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. મકાનનું નામ ‘જીવેશ’ છે. 21 માળની આ ઈમારતના 14મા માળે આગ લાગી છે. ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુંબઈની આ ઈમારતમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ આગ લાગવાનું કારણ સ્પષ્ટ થયું નથી. શાહરૂખ ખાનના બંગલા પાસે જ જીવેશ બિલ્ડીંગ છે.

 

 

શાહરૂખ ખાનના બંગ્લા ‘મન્નત’ પાસે 14મા માળે લાગી આગ

મુંબઈના બાંદ્રા પશ્ચિમને ખૂબ જ પોશ વિસ્તાર છે. ઘણા પ્રખ્યાત અને શ્રીમંત લોકો અહીં રહે છે. આ બેન્ડ સ્ટેન્ડ વિસ્તારમાં માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ સલમાન ખાનનું ઘર પણ છે. જીવેશ નામની જે બિલ્ડીંગમાં આગ લાગી છે તે શાહરૂખ ખાનના બંગલા મન્નતની એકદમ નજીક છે. જીવેશ 21 માળની ઈમારત છે. આ બિલ્ડીંગના 14મા માળે આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે તેની જ્વાળાઓ અન્ય માળમાં પણ આગની લપેટમાં આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. 14મા માળે પહોંચવા માટે ફાયર બ્રિગેડના સ્ટાફને ખૂબ મોટી સીડીનો ઉપયોગ કરવો પડે છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે.

આ આગ કેવી રીતે લાગી તેનું કારણ સ્પષ્ટ થયું નથી. જ્યાં આગ લાગી હતી ત્યાં કોઈ ફસાયું છે? આ ભયાનક આગમાં જો કોઈ ફસાયું છે તો તે કેટલા લોકો છે? હાલમાં આ અંગે કોઈ અપડેટ નથી. હાલ કોઈ જાનહાનિ કે સંપત્તિના કોઈ સમાચાર નથી.

 

Published On - 9:37 pm, Mon, 9 May 22