Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી

|

Jul 23, 2023 | 4:35 PM

રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે.

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી
Mumbai Local Train

Follow us on

મુંબઈમાં (Mumbai) લોકલ ટ્રેનમાં (Local Train) આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના પેન્ટાગ્રાફમાં આગ લાગી છે. આગ લાગતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકી દેવામાં આવી અને મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે પેન્ટાગ્રાફમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે અને રેલવે ટેકનિશિયન પેન્ટોગ્રાફની તપાસમાં લાગી ગયા છે.

આ પણ વાંચો : Maharashtra: ઓનલાઈન ગેમના નામે છેતરપિંડી, નાગપુરના બિઝનેસમેન પાસેથી લૂંટ્યા 58 કરોડ રૂપિયા

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

શું હોય છે પેન્ટોગ્રાફ?

પેન્ટોગ્રાફ એ એન્જિનનો તે ભાગ છે જે સૌથી ઉપર લાગેલો હોય છે. તેનો સીધો સંપર્ક ઇલેક્ટ્રિક વાયર સાથે હોય છે. તેના દ્વારા જ પાવર એન્જિન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે તે હંમેશા વાયરને અડીને રહે છે. તેમાં હેડ, ફ્રેમ, બેઝ અને ડ્રાઇવ સિસ્ટમ હોય છે જે એન્જિનને સરળતાથી પાવર સપ્લાય કરે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article