Maharashtra: પુણેના હડપસરમાં ગાદલાના વેરહાઉસમાં ભીષણ આગ

. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ ગાદલાનું ગોડાઉન સરેરાશ ગોડાઉન કરતાં થોડું મોટું હતું. જેના કારણે આગએ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Maharashtra: પુણેના હડપસરમાં ગાદલાના વેરહાઉસમાં ભીષણ આગ
Massive fire in mattress warehouse
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:49 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) પુણેના હડપસર વિસ્તારમાં મધ્યરાત્રિએ એક ગાદલાના વેરહાઉસમાં (Fire breakout in Pune) માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ 100 થી 200 ફૂટની ઉંચાઈ સુધી ઉછળી રહી હતી. અચાનક લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ કેટલી ભીષણ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને બુઝાવવા માટે 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આ ગાદલાનું ગોડાઉન સરેરાશ ગોડાઉન કરતાં થોડું મોટું હતું. જેના કારણે આગએ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

ગોડાઉનની અંદર લાગેલી આગમાં કોઈ કામદાર ફસાયેલો છે કે કેમ તે અંગે ફાયર ફાઈટરોને કોઈ જાણ નહોતી. અગ્નિશામક દળના જવાનોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને બપોરે 2.45 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. જોકે, સવારે કુલિંગની કામગીરી લાંબા સમય સુધી ચાલુ રહી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈનું મોત થયું નથી.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી

દરમિયાન ફાયર ફાઈટરોએ આગને નજીકના વિસ્તારોમાં ફેલાતી અટકાવવા તમામ પ્રયાસો કર્યા હતા. જેના કારણે આગ બાકીના ગોદામોમાં ફેલાઈ ન હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સંબંધિત માહિતી મેળવી હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ હજુ આ અંગે તપાસ કરી રહી છે.

આગમાં વેરહાઉસ થઈ ગયું રાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહી

પુણેના હડપસર વિસ્તારમાં એક ગાદલાના વેરહાઉસમાં લાગેલી આ આગમાં બધુ બળીને ખાખ થઈ ગયું છે. કંઈ બાકી રહ્યું નથી. અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગનું આ વિકરાળ સ્વરૂપ જોઈ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેની વિકરાળતા જોઈને, લોકોને ડર હતો કે તે ફેલાઈ જશે અને આસપાસના વિસ્તારોને તેની લપેટમાં લઈ જશે. ફાયર ફાઈટરોએ યુદ્ધના ધોરણે આગને કાબુમાં લીધી, ત્યારે પણ આગ ઓલવવામાં અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો અને મોડી સવાર સુધી કુલીંગની કામગીરી ચાલુ રહી હતી. આ આગમાં વેરહાઉસ સંપૂર્ણપણે રાખ થઈ ગયું છે, પરંતુ સદનસીબે આ આગમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી.

આ પણ વાંચો :  Maharashtra : ‘મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને BJP દબાણમાં’, શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર કર્યા પ્રહાર