Ahmednagar Hospital Fire: મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

|

Nov 06, 2021 | 1:31 PM

અહેમદનગરની સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. આગ ICU સુધી પહોંચવાને કારણે 5ના મોત થયાના અહેવાલ છે. ઘણા લોકો આગની ઝપેટમાં આવી ગયા છે.

Ahmednagar Hospital Fire:  મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગી, ICUમાં આ આગમાં 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
File photo

Follow us on

અહેમદનગરની સિવિલ હોસ્પિટલમાં (Ahmednagar Hospital)  આગ (Fire) લાગી છે. આ આગમાં હોસ્પિટલના ICUમાં 6 લોકોના મોત થયાના સમાચાર છે. ઘણા લોકો આગની ઝપેટમાં આવી ગયા છે. આગના કારણે ઘાયલ થયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. 

આ આગને કારણે 13-14 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આગમાં સપડાયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. 20 થી વધુ લોકોને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

હોસ્પિટલના ICUમાં લાગેલી આગને કારણે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોસ્પિટલના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર સિવિલ હોસ્પિટલોમાં આગને કાબુમાં લેવા માટેની વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.

મૃત્યુઆંક વધવાની શક્યતા
અહેમદનગર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં લાગેલી આ આગમાં અનેક લોકો દાઝી ગયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. ICUમાં લાગેલી આ આગ બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી.

આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મળેલી અપડેટ મુજબ આ આગમાં છ લોકોના મોત થયા છે. રાજ્યની હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

20 ઘાયલોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
જિલ્લા હોસ્પિટલમાં આગને કારણે 20 લોકોને નજીકની અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી અપડેટ મુજબ 13-14 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો : Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

 આ પણ વાંચો :Sooryavanshi : પંજાબમાં અક્ષય કુમારની ‘સૂર્યવંશી’નો વિરોધ, કિસાન મોરચાએ ફિલ્મને ઘણા સિનેમાઘરોમાં ન ચાલવા દીધી

 

Published On - 12:53 pm, Sat, 6 November 21

Next Article