સંજય રાઉત વિરૂદ્ધ નાસિકમાં નોંધાઈ FIR, શિંદે સરકારને ગણાવી હતી ગેરકાયદેસર

|

May 14, 2023 | 7:43 PM

સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ.

સંજય રાઉત વિરૂદ્ધ નાસિકમાં નોંધાઈ FIR, શિંદે સરકારને ગણાવી હતી ગેરકાયદેસર
Sanjay raut

Follow us on

Mumbai: શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના (UBT) સાંસદ સંજય રાઉત માટે મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અહીં નાસિક પોલીસમાં સંજય રાઉત વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બે દિવસ પહેલા સરકારી ગેસ્ટ હાઉસમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંજય રાઉતે રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે શિંદે સરકારને આડે હાથ લીધી હતી. જેમાં તેમને શિંદે સરકારને ગેરકાયદે ગણાવી હતી. ત્યારબાદ ફરિયાદ મળતાં રાઉત વિરુદ્ધ મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપ છે કે સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે શિંદે સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સરકાર ગેરકાયદેસર છે. આ સરકારના આદેશનું પાલન ન કરવું જોઈએ. બીજી તરફ પોલીસનું કહેવું છે કે સંજય રાઉતે પોતાના નિવેદનથી પોલીસ અને જનતા વચ્ચે ખળભળાટ મચાવી દીધો છે. આ પછી, રાઉત વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 505/1 (b) (1922 એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sameer Wankhede: CBIના દરોડા પર સમીર વાનખેડેનું નિવેદન, દેશભક્ત હોવાનું મળ્યું ઈનામ

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

MVAમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ નથી: સંજય રાઉત

બીજી તરફ આજે મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે મહા વિકાસ આઘાડીના નેતાઓની બેઠક યોજાઈ હતી. જેમાં આજે એમવીએની બેઠક બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે એમવીએ પાર્ટીમાં આંતરિક રીતે કોઈ ગેરસમજ નથી. જો કર્ણાટકમાં 40% ભ્રષ્ટાચાર છે તો મહારાષ્ટ્રમાં 100% ભ્રષ્ટાચાર છે. આવી સ્થિતિમાં આ વર્તમાન સરકાર ભ્રષ્ટ છે અને તે હારી જશે.

રાઉતે શિંદે વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શિવસેના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ નાસિક અને થાણેમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. જેનો જવાબ આપવા માટે સીએમ એકનાથ શિંદેની સાથે સંજય રાઉતે પણ વાંધાજનક ભાષામાં ભાજપની ટીકા કરી હતી.

આ અંગે શિંદે જૂથના નેતા યોગેશ બેલદારે નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનમાં સંજય રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ સાથે રાઉત વિરુદ્ધ થાણે શહેર પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article