Breaking News મુંબઈમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર, જુઓ Video

|

Jun 09, 2023 | 7:28 AM

Mumbai: મુંબઈના ઝવેરી વિસ્તારમાં 5 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

Breaking News મુંબઈમાં 5 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર, જુઓ Video
fire broke out in Mumbai

Follow us on

Mumbai: મુંબઈના ઝવેરી વિસ્તારમાં 5 માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો: 9 જુનના લેટેસ્ટ ન્યૂઝ: મુંબઈની 5 મંજલા ઈમારતમાં આગના પગલે અફરાતફરી, 12 ફાયર ફાયટરે આગ હોલવવાની કામગીરી હાથ ધરી

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મળતી માહિતી મુજબ મુંબઈના ઝવેરી બજાર વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે એક 5 માળની ઈમારતમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયરની 12થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બિલ્ડિંગમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

મુંબઈના ઝવેરી બજારમાં આવેલી પાંચ માળની ઈમારતમાં ગુરુવારે આગ લાગી હતી. આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ અગાઉ મુંબઈમાં  2 જૂને એક પાંચ માળની ઈમારતના ભોંયરામાં લાગેલી મોટી આગ 30 કલાક બાદ કાબૂમાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પાલિકાના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, બુધવારે સવારે લગભગ 12.15 વાગ્યે ઉપનગરીય અંધેરીના SEEPZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ના ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેને શુક્રવારે સવારે 6.15 વાગ્યે કાબૂમાં લેવામાં આવી હતી.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બે ફાયરમેનને સામાન્ય ઈજાઓ થઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું. સ્થળ પર હાજર એમ્બ્યુલન્સમાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઓછામાં ઓછા 12 ફાયર એન્જિન, આઠ પાણીના ટેન્કરો અને અન્ય સાધનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરી દીધો અને આગને કાબૂમાં લેવા માટે 185 વેન્ટિલેટરનો ઉપયોગ કર્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:48 am, Fri, 9 June 23

Next Article