Mumbai માં માનવતા થઈ શર્મસાર, 16 વર્ષની યુવતી પર પિતા અને ભાઈએ 2 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

|

Jan 21, 2022 | 10:05 PM

મુંબઈમાં 16 વર્ષની એક છોકરીએ તેના પિતા અને ભાઈ પર બે વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીના આરોપ બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Mumbai માં માનવતા થઈ શર્મસાર, 16 વર્ષની યુવતી પર પિતા અને ભાઈએ 2 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર
Mumbai Rape Case (Symbolic Image)

Follow us on

મુંબઈમાં (Mumbai) 16 વર્ષની છોકરીએ તેના પિતા અને ભાઈ પર બે વર્ષથી વધુ સમય સુધી બળાત્કાર(Rape)  કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીના આરોપ બાદ બંને આરોપીઓની ધરપકડ(Arrest)  કરવામાં આવી છે. આઅ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરીએ તેની આપવીતી તેના શાળાના શિક્ષક અને આચાર્યને જણાવી. શાળાના સત્તાવાળાઓએ એક NGOનો સંપર્ક કર્યો, ત્યારબાદ છોકરીને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી. ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પીડિતાએ કહ્યું કે તેના 43 વર્ષીય પિતાએ જાન્યુઆરી 2019માં પહેલીવાર તેનું યૌન શોષણ કર્યું. જ્યારે તેણે તેને એકલી સૂતી જોઈ. તે મહિના પછી તેના ભાઈ (20 વર્ષ)એ પણ તેની સાથે છેડછાડ કરી.

નાની બહેન સાથે જાતીય શોષણના ડરથી ટીચરને જણાવી પોતાની આપવીતી

પીડિતાએ જણાવ્યું કે તેને ડર હતો કે તેના પિતા અને ભાઈ તેની નાની બહેનનું પણ યૌન શોષણ કરશે, તેથી તેણે તેના શિક્ષકને તેની આપવીતી  જણાવવાનું નક્કી કર્યું. યુવતીની ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેના પિતા અને ભાઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સખત પૂછપરછ દરમિયાન, આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.

POCSO એક્ટ શું છે?

POCSO એક્ટનું પૂરું નામ ‘The Protection Of Children From Sexual Offences Act’ અથવા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે. POCSO એક્ટ-2012 ને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકો વિરુદ્ધ જાતીય સતામણી અને જાતીય દુર્વ્યવહાર અને પોર્નોગ્રાફી જેવા જઘન્ય અપરાધોને રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. વર્ષ 2012માં બનેલા આ કાયદા હેઠળ અલગ-અલગ ગુનાઓ માટે અલગ-અલગ સજા નક્કી કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દેશમાં બાળકીઓ સામે વધી રહેલી હિંસા અને અપરાધોને રોકવા માટે ‘POCSO એક્ટ-2012’માં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત 12 વર્ષ સુધીની બાળકી પર બળાત્કાર કરનારા દોષિતોને હવે ફાંસીની સજા મળશે. આ અધિનિયમ હેઠળ સગીર બાળકો સાથે જાતીય અપરાધ અને છેડતીના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. તે જ સમયે, અધિનિયમની કલમ 35 મુજબ, જો કોઈ ખાસ સંજોગો ન હોય, તો તેના કેસનો નિકાલ એક વર્ષમાં કરવાનો રહેશે.

આ પણ વાંચો :  Maharashtra Corona Update: કોરોના સંક્રમણના 46,197 નવા કેસો વચ્ચે 52 હજારથી વધુ દર્દીઓ થયા સાજા, મુંબઈમા પણ ઘટી રહી છે રફ્તાર

Next Article