Exclusive: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનનું ભવિષ્ય ખતરામાં? મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહી આ વાત

|

Jul 09, 2022 | 6:34 AM

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાના પટોલેએ (Nana Patole) હાઈકમાન્ડને કહ્યું કે ભાજપને રોકવા અને મહારાષ્ટ્રના વિકાસ માટે અમે સરકાર બનાવી. જે એક મુશ્કેલ પરિસ્થિતિમાં લેવાયેલું પગલું હતું.

Exclusive: મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનનું ભવિષ્ય ખતરામાં? મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહી આ વાત
Nana Patole (File Image)

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ અઘાડી (MVA Government) સરકાર પડી ગઈ છે. શિવસેના બે ભાગમાં વિભાજીત થઈ ગઈ છે, તેથી હવે મહા વિકાસ અઘાડી ગઠબંધનનું ભવિષ્ય જોખમમાં છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે (Maharashtra Congress President Nana Patole) એમએલસી ચૂંટણીમાં ધારાસભ્યોના ક્રોસ વોટિંગ, ફ્લોર ટેસ્ટમાં ધારાસભ્યોની ગેરહાજરી તેમજ મહાવિકાસ અઘાડીના ભવિષ્યને લઈને 10 જનપથ પર પહોંચ્યા. મહારાષ્ટ્રનો મુદ્દો એટલો મહત્વનો હતો કે, કોવિડમાંથી સાજા થયા બાદ રાહુલની હાજરીમાં ખુદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ બેઠકમાં સામેલ થયા હતા. આમાં પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાના પટોલેએ પહેલા રાજ્ય એકમમાં સંગઠનમાં કડક અનુશાસનની માંગ કરી હતી અને એમએલસી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની વાત કરી હતી, જેના માટે હાઈકમાન્ડ પણ સંમત થયા હતા. તે જ સમયે, ફ્લોર ટેસ્ટમાં ગેરહાજર ધારાસભ્યોને કડક સંદેશ આપવા પણ સંમતિ આપવામાં આવી હતી. ત્યારબાદ વાત આવી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના ભવિષ્યની.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાના પટોલેએ હાઈકમાન્ડને કહ્યું કે ભાજપને રોકવા અને મહારાષ્ટ્રના વિકાસ માટે અમે એવી સરકાર બનાવી જેમાં અમે ફક્ત જુનિયર ભાગીદાર હતા. જે એક મુશ્કેલ પરિસ્થિતિમાં લેવાયેલું પગલું હતું. હવે સરકાર પડી ગઈ છે ત્યારે કોંગ્રેસે હવે મજબૂત વિપક્ષની ભૂમિકાને પ્રાથમિકતા આપવી જોઈએ, જેના આધારે હાઈકમાન્ડે તેમને લીલી ઝંડી આપી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોંગ્રેસે તેની રાજકીય જમીનનો મોટો હિસ્સો ગુમાવવો પડશે

કોંગ્રેસને લાગે છે કે સરકાર ગયા પછી ગઠબંધનનો ભાગ બનવું તેના માટે યોગ્ય નથી. તેમણે આગામી BMC ચૂંટણી માટે એકલા હાથે તૈયારી કરવી જોઈએ. પાર્ટી કાર્યકર્તાઓની પ્રતિક્રિયા એ પણ આવી છે કે સરકારમાં સીએમ, ડેપ્યુટી સીએમ શિવસેના એનસીપી સાથે હતા. કોંગ્રેસ સંગઠનને સરકારમાં હોવાનો ગેરફાયદો જ રહ્યો. સરકાર ભલે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ ચાલી રહી હોય, પરંતુ ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસના ગઠબંધનને જમીની સ્તર પર લાવવું ખૂબ મુશ્કેલ છે. સાથે જ ત્રણ પક્ષોના ગઠબંધનના કારણે કોંગ્રેસને તેની રાજકીય જમીનનો મોટો હિસ્સો ગુમાવવો પડશે.

અમે હજુ તો સાથે છીએ પણ…

પરંતુ શિવસેનાની સ્થિતિ અને આવનારા સમયને ધ્યાનમાં રાખીને હાલ કોઈ નિર્ણય લેવાને બદલે અંદરખાને પોતાના પક્ષ અને સંગઠનને મજબૂત કરીને મુખ્ય વિપક્ષની ભૂમિકા ભજવવાની છે. જો કે, અત્યારે પોતે નિર્ણય લેવાને બદલે, તે તેલ જુઓ અને તેલની ધાર જુઓની તર્જ પર ગઠબંધન તોડવાનો દોષ પોતાના પક્ષે લેવા માંગતી નથી. પરંતુ તે યોગ્ય સમય, યોગ્ય મુદ્દા અને યોગ્ય પરિસ્થિતિની રાહ જોઈ રહી છે.

આ મુદ્દે સોનિયા રાહુલને મળ્યા બાદ અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથેની ખાસ વાતચીતમાં નાના પટોલેએ કહ્યું કે હાલના તબક્કે અમે અમારી પાર્ટીને વિપક્ષ તરીકે મજબૂત રીતે સ્થાપિત કરીશું. બાકી ગઠબંધન વગેરે પછીના નિર્ણયો છે. અમે હજુ પણ સાથે છીએ, પરંતુ સામે પક્ષે શું નિર્ણય લે છે, શું સ્થિતિ છે તે અત્યારે કહી શકાય તેમ નથી.

Next Article