વિદેશથી મુંબઈ આવનારાઓ માટે જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે, BMCનો નિર્ણય

|

Nov 27, 2021 | 1:40 PM

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ અન્ય દેશોમાંથી મુંબઈ આવતા મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે જોકોરોના ટાસ્ક ફોર્સે સંબંધિત દેશો પાસેથી જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ આપવાની પણ માંગ કરી છે.

વિદેશથી મુંબઈ આવનારાઓ માટે જિનેટિક સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે, BMCનો નિર્ણય

Follow us on

કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યા બાદ ભારત સહિત સમગ્ર વિશ્વ એલર્ટ થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, હોંગકોંગ, બેલ્જિયમ, ઈઝરાયેલમાં જોવા મળતા કોરોનાના આ નવા પ્રકારે ફરી એકવાર વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે.

ઘણા દેશોએ મુસાફરી પર પ્રતિબંધ લાદ્યો છે. વૈજ્ઞાનિકો ઈમરજન્સી બેઠકો યોજી રહ્યા છે. વિશ્વભરના શેરબજાર અને તેલના ભાવ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગભરાટનું મુખ્ય કારણ એ છે કે આ નવું ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron B.1.1.529 Variant of Corona) ડેલ્ટા વેરિઅન્ટ કરતાં દસ ગણી ઝડપથી ફેલાતા ખતરનાક પ્રકારો હોવાનું માનવામાં આવે છે. એન્ટી-કોરોનાવાયરસ રસીથી તેને રોકવું પણ મુશ્કેલ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સલાહકાર સમિતિએ આ પ્રકાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ નવા ખતરાને ધ્યાનમાં રાખીને આજે (27 નવેમ્બર, શનિવાર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અત્યંત તકેદારી રાખીને તેઓ કેન્દ્ર સરકાર તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓના સતત સંપર્કમાં છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

મામલાની ગંભીરતાને જોતા, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ અન્ય દેશોમાંથી મુંબઈ આવતા મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોય તો જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. કોરોના ટાસ્ક ફોર્સે સંબંધિત દેશો પાસેથી જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ આપવાની પણ માંગ કરી છે. BMC દ્વારા આજે સાંજે 5.30 કલાકે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવવામાં આવી છે. બેઠકમાં આ નવા ખતરાનો સામનો કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકા અત્યંત તકેદારી રાખી રહી છે
જે દેશોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી ગયું છે અને જે દેશોમાં કોરોનાનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે તે દેશોમાંથી મુંબઈ આવતા લોકો જો તેઓ કોરોના સંક્રમિત હોવાનું જણાશે તો તેમના જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવામાં આવશે. આ સમયસર સાવચેત રહેવામાં મદદ કરશે. તેમજ સંબંધિત દેશોમાંથી જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટ મળશે તો ટેસ્ટિંગનું કામ સરળ બનશે.

BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આ જાણકારી આપી. આ જ કારણ છે કે BMCએ રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સ પાસે સંબંધિત દેશો પાસેથી જિનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ માંગવા અને તે રિપોર્ટ્સ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

જે મુસાફરોએ રસીના બંને ડોઝ લીધા છે તેમના માટે કોરોના ટેસ્ટ જરૂરી બનાવવા અંગે વિચારણા
નવા ઓમિક્રોન વેરિઅન્ટની અસરને મુંબઈમાં દેખાતી અટકાવવા માટે BMC હવે એરપોર્ટ પર ઉતર્યા પછી રસીના બંને ડોઝ લીધા હોય તેવા મુસાફરોનું પરીક્ષણ કરવું જરૂરી બનાવવાનું વિચારી રહી છે. BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા અનુસાર, જો જરૂર પડશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પરીક્ષણના હાલના નિયમોમાં ફેરફાર કરવાની પણ માંગ કરવામાં આવશે.

આ પણ વાંચો : Coronavirus Omicron Variant : કોરોનાના નવો વાયરસ ડેલ્ટા સાથે ભળી જશે તો ખતરનાક સાબિત થશે, વાયરસના નવા સ્વરૂપને ભારતમાં પ્રવેશતા રોકવા વૈજ્ઞાનિકોની ચેતવણી

આ પણ વાંચો : કોરોનાના નવા વેરિયન્ટે વિશ્વને હચમચાવી નાખ્યું, જાણો અત્યાર સુધી શું થયું ? કેટલું તૈયાર છે ભારત ?

Published On - 1:11 pm, Sat, 27 November 21

Next Article