મહારાષ્ટ્ર : નવાબ મલિકની કરવામાં આવશે મેડિકલ તપાસ, આટલા દિવસ સુધી મંત્રી રહેશે કસ્ટડીમાં

|

Feb 25, 2022 | 3:17 PM

આ મહિનાની શરૂઆતમાં EDએ NIA કેસના આધારે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેને પગલે દાઉદના સહયોગીઓના ધરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર : નવાબ મલિકની કરવામાં આવશે મેડિકલ તપાસ, આટલા દિવસ સુધી મંત્રી રહેશે કસ્ટડીમાં
Nawab Malik (File Photo)

Follow us on

Maharashtra : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate )ના અધિકારીઓ NCP નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકને(Nawab Malik)  ED ઓફિસમાંથી મેડિકલ તપાસ માટે લઈ ગયા છે. તમને જણાવી દઈએ કે,નવાબ મલિકને દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં ED એ હાલ તપાસ તેજ કરી છે.ગુરુવારે એજન્સીએ નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકને પણ આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, બુધવારે એજન્સીએ આઠ કલાકની પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી.

EDએ નવાબ મલિકની અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim)બહેન હસીના પારકર સાથે નાણાકીય વ્યવહાર અને મની લોન્ડરિંગ કેસના આરોપસર ધરપકડ કરી હતી. મલિકની ધરપકડ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓના કથિત હવાલા નેટવર્કની EDની મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

દેવેન્દ્ર ફડણવીસે ધરપકડ પહેલા આક્ષેપો કર્યા હતા

ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ દાખલ

આ મહિનાની શરૂઆતમાંEDએ NIA કેસના આધારે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જેમાં દાઉદના સહયોગીઓની ઘણી સંપત્તિઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મલિકની ધરપકડના ત્રણ મહિના પહેલા ભાજપના નેતા અને પૂર્વ CM ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે, તેણે અંડરવર્લ્ડ સાથે જોડાયેલા બે લોકો પાસેથી મુંબઈના કુર્લામાં જમીન ખરીદી હતી.જો કે મલિકે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને જવાબ આપ્યો હતો કે તે ખરીદી કાયદેસર છે. તમને જણાવી દઈએ કે,EDએ મલિકની કસ્ટડી માંગતી વખતે કોર્ટમાં આ વ્યવહારની વિગતો પણ ટાંકી હતી.

સસ્તા દરે જમીન ખરીદી

ટ્રાન્ઝેક્શન સંબંધિત દસ્તાવેજો જાહેર કરતા ફડણવીસે કહ્યુ હતુ કે,કુર્લામાં એલબીએસ માર્ગ પર 2.8 એકરનો મલિકનો પ્લોટ છે. તેને ગોવાલા કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. મલિકના પુત્ર ફરાજ દ્વારા 2005માં સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ દ્વારા 30 લાખમાં આ મિલકત ખરીદવામાં આવી હતી.

આ પણ વાંચો : Mumbai: BMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે ઈન્કમટેક્સનું સર્ચ ઓપરેશન, જંગી કમિશનનાં આરોપ બાદ કાર્યવાહી

Next Article