Gadchiroli Encounter: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 26 નક્સલવાદી માર્યા ગયા

|

Nov 13, 2021 | 7:42 PM

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ઉત્તર પૂર્વમાં છત્તીસગઢ સરહદ પાસે શનિવાર સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થયું છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનું અનુમાન જણાવાઈ રહ્યું છે.

Gadchiroli Encounter: મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 26 નક્સલવાદી માર્યા ગયા
Encounter between police and naxalites in gadchiroli in maharashtra

Follow us on

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ઉત્તર પૂર્વમાં છત્તીસગઢ સરહદ પાસે શનિવાર (13 નવેમ્બર) સવારથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ (Maharashtra Gadchiroli Encounter) શરૂ થઈ છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 26 નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપી છે.  કેટલાક નક્સલવાદીઓના મૃતદેહ પોલીસના હાથે લાગ્યા છે. ગઢચિરોલી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી ઓપરેશન ચાલી રહ્યું હતું. આ ઓપરેશનમાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા નાગપુર મોકલવામાં આવ્યા છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે આ જાણકારી આપી છે.

આ અથડામણમાં પોલીસે નક્સલવાદીઓના ઘણા કેમ્પ નષ્ટ કર્યા છે. નક્સલવાદીઓ વિરુદ્ધ પોલીસનું આ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ઓપરેશન પૂરું થયું ન હોવાથી આ અંગે વધુ માહિતી આવવાની બાકી છે. પોલીસ ટીમ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે. પોલીસ ફોર્સ જંગલોમાં હોવાના કારણે તેમનો સંપર્ક કરવો મુશ્કેલ બની રહ્યો છે.

સર્ચ ઓપરેશન દરમિયાન શરૂ થઈ અથડામણ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પોલીસને ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્સલવાદીઓ દ્વારા કેમ્પ લગાવવાની માહિતી મળી હતી. આ પછી, C-60 નામની પોલીસ ટીમે નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય કર્યો. આ પછી ટીમ સર્ચ ઓપરેશન માટે રવાના થઈ હતી. જેવી જ પોલીસ ટીમ નક્સલવાદીઓના ઠેકાણા પાસે પહોંચી, તરત જ નક્સલવાદીઓને પોલીસ ટીમના આવવાની માહિતી મળી ગઈ હતી.

નક્સલીઓએ પોલીસ તરફ ગોળીબાર શરૂ કર્યો હતો. નક્સલવાદીઓને જવાબ આપવા માટે પોલીસે પણ તેમના પર હુમલો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 26 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

2 લાખના ઈનામ સાથે નક્સલવાદી મંગારુ માંડવીની ધરપકડ કરવામાં આવી

થોડા દિવસો પહેલા પોલીસે અહીંથી 2 લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલવાદી મંગારુ વિરુદ્ધ હત્યા અને પોલીસ પર હુમલો કરવાના ઘણા કેસ નોંધાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા લોકોમાં કેટલાક મોટા બેનામી નક્સલવાદીઓ પણ સામેલ છે.

બીજી તરફ, છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં બે અલગ-અલગ અથડામણમાં 4 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી 3 મહિલા માઓવાદી છે. છત્તીસગઢ સરકારે આ ચાર નક્સલવાદીઓ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. મરી ગયેલી મહિલા નક્સલવાદી હાર્ડકોર માઓવાદી હતી. આ મહિલાઓએ અનેક મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો.

 

આ પણ વાંચો :  Success Story: બિજમાતા તરીકે ઓળખાતા રાહીબાઈને કૃષિ ક્ષેત્રમાં મળી ચૂક્યો છે પદ્મશ્રી, લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે રાહીબાઈ

આ પણ વાંચો : કોંગ્રેસે ફેસબુકના સીઇઓ માર્કઝુકરબર્ગને પત્ર લખ્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ તરફી પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો

Next Article