ભારતીય રાજનીતિના બદલતા પરિદૃષ્યમાં એક ટ્રેન્ડ સ્પષ્ટ રીતે ઉભરી રહ્ય છે. આ ટ્રેન્ડ છે મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં રાજનીતિક દળોને મહિલા-કેન્દ્રીત કલ્યાણ કાર્યક્રમોની ઘોષણા કરી છે અને તેને ડિલિવર કરતા મહિલા મતદાતાઓ એક મજબુત સમર્થ આધાર બની રહી છે. મહિલા મતદાતાઓનો આ આધાર રાજનીતિક દળો માટે મજબુત વોટબેંક સાબિત થયો છે. ઝારખંડ અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ ફરી અકવાર આ ટ્રેન્ડની પુષ્ટિ કરી છે. આ રાજનીતિક પરિણામોને આકાર દેવામાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
થોડા વર્ષો પહેલા સુધી રાજકીય વિશ્લેષકો પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓછી મતદાનની ટકાવારીની ટીકા કરતા હચા. આ સ્થિતિ ત્યારે જોવા મળે છે જ્યારે વોટર લિસ્ટમાં અડધોઅડધ મહિલાઓ છે. આ અંતરને દૂર કરવા માટે શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકારે દેશમાં પ્રથમવાર એવી સ્કીમ લોંચ કરી જે મહિલાઓ પર કેન્દ્રીત તી. આ સ્કીમે એમપીનો પોલિટિકલ લેન્ડસ્કેપ જ બદલી નાખ્યો.
ચૂંટણીમાં થોડા દિવસ પહેલા લોંચ કરેલી લાડલી બહેન યોજના એમપીમાં ગેમ ચેન્જર સાબિત થઈ. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો લાભ દેનારી આ યોજનાએ મહિલાઓને મતદાતાઓને રેકોર્ડ સંખ્યામાં વોટ આપવા માટે પ્રેરિત કરી. આ પરિણામસ્વરૂપ ભાજપની ભારે જીત થઈ અને આ રણનીતિ ચૂંટમી જીતવાનો ફોર્મ્યુલા સાબિત થઈ.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અનેક રાજ્ય સરકારોએ આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં મહિલાઓનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આમાં શિક્ષણ અને આરોગ્યમાં મહિલાઓની સુધારણા માટે સીધા રોકડ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે મહિલાઓએ આ યોજનાઓને સ્વીકારી અને બદલામાં સરકારોને ઉત્સાહપૂર્વક વોટ આપ્યા.
આગામી થોડા મહિનામાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોની સરકારોએ પણ આવી જ યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓના મૂળમાં મહિલાઓને સીધો લાભ આપવાનો સમાવેશ થાય છે. જો કે વિવેચકો અનેકવાર આ પગલાંને પોપ્યુલિસ્ટ પગલુ ગણાવે છે, જો કે આ પગલાંઓથી મેળવેલા રાજકીય લાભોને નકારી શકાય નહીં. મહારાષ્ટ્ર અને ઝારખંડ આ યોજનાઓની સફળતાના તાજેતરના ઉદાહરણો છે.
મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધને મહિલા કેન્દ્રિત પહેલને પ્રાથમિકતા આપી હતી. સરકારે મહિલા સશક્તિકરણ યોજનાનો વિસ્તાર કર્યો, જેણે મહિલાઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડ્યું. લાડલી બહેના યોજના આ સરકારની ટ્રેડ માર્ક યોજના બની. આ યોજના હેઠળ સરકાર દરેક પરિવારની મહિલા વડાને દર મહિને 1500 રૂપિયા આપે છે. ચૂંટણી પહેલા, સરકારે વ્યૂહાત્મક પગલું ભર્યું અને આ રકમ વધારીને 2500 રૂપિયા કરવાનું વચન આપ્યું. શિંદે સરકારે વચન આપ્યું હતું કે જો તેઓ વિજયી થશે તો પરિવારની દરેક વડીલ મહિલાને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.
મહિલા વોટરો પર શિંદે સરકારનું ફોકસ રંગ લાવ્યુ. આ ચૂંટણીમાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવી હતી. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા બહાર આવી હતી અને ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મહિલાઓએ મહાયુતિ સરકારને બમ્પર મતદાન કર્યું હતું. આ જ કારણ હતું કે જે બેઠકો પર મહા વિકાસ આઘાડી મહાયુતિને ટક્કર આપી રહી હતી ત્યાં પણ મહિલા મતદારોના આધારે મહાયુતિએ બમ્પર સફળતા મેળવી હતી.
મહારાષ્ટ્રની સફળતા ઝારખંડમાં પણ જોવા મળી હતી. અહીં પણ મહિલા કેન્દ્રિત યોજનાઓની અસર જોવા મળી હતી. મૈયા સન્માન યોજનાએ ઝારખંડના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર લાયક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપતી હતી. હેમંત સરકારે આ યોજનાના 4 હપ્તાઓ પહેલેથી જ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત હેમંત સરકારે શાળાએ જતી છોકરીઓને મફત સાયકલ, એકલ માતાને રોકડ સહાય અને બેરોજગાર મહિલાઓને રોકડ સહાય આપવાની યોજનાઓ પણ શરૂ કરી છે. મૈયા સન્માન યોજના હેમંત સરકારની સદ્ભાવના અને રાજકીય વફાદારી વધારવામાં સફળ રહી. આદિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાઓ વિશે જબરદસ્ત ચર્ચા થઈ હતી. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે હેમંત સરકારને આ યોજનાઓથી ખૂબ ફાયદો થયો અને JMM વિશાળ બહુમતી સાથે પુનરાગમન કરવામાં સફળ રહી.
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામોમાંથી સ્પષ્ટ ચિત્ર ઉભરી આવ્યું છે: મહિલા મતદારો હવે સાઈલેન્ટ મતદાતા નથી. મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાઓ રાજકીય પક્ષો માટે એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે, જે ચૂંટણીની વ્યૂહરચનાઓ અને શાસનની પ્રાથમિકતાઓને પુન: આકાર આપે છે.
જેમ જેમ મહિલાઓ પોતાને નિર્ણાયક મતદાર તરીકે સ્થાપિત કરી રહી છે, તેમ સ્ત્રીઓ પ્રત્યે સંવેદનશીલ શાસન પર ભાર વધવા જઈ રહ્યો છે, જે માત્ર ચૂંટણીના પરિણામોને જ નહીં પરંતુ ભારતના વ્યાપક રાજકીય લેન્ડસ્કેપને પણ અસર કરશે. મહિલા સશક્તિકરણ હવે માત્ર એક સામાજિક આવશ્યકતા નથી રહી, તે ભારતીય રાજકારણમાં જીતવા માટે વ્યૂહાત્મક આવશ્યકતા બની ગઈ છે.
મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:36 pm, Sat, 23 November 24