મહારાષ્ટ્રના કદાવર નેતા છે એકનાથ શિંદે, 2019માં CM બનતા રહી ગયા હતા

|

Jun 30, 2022 | 5:02 PM

2019માં એકનાથ શિંદેનું નામ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદની રેસમાં હતું, પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray) મુખ્ય પ્રધાન બન્યા હતા.

મહારાષ્ટ્રના કદાવર નેતા છે એકનાથ શિંદે, 2019માં CM બનતા રહી ગયા હતા
Eknath Shinde

Follow us on

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસે ભૂકંપ સર્જયો છે (Maharashtra Govt) શિવસેનાના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બનશે. એકનાથ શિંદે શિવસેના અને અપક્ષ ધારાસભ્યો સાથે સુરત, ગુવાહાટી, ગોવા થઈને મુંબઈ પરત ફર્યા છે. મુંબઈ પરત ફર્યા બાદ રાજ્યપાલને મળીને આવ્યા બાદ, દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે, ભાજપ એકનાથ શિંદેને બહારથી ટેકો આપશે. ભાજપ સરકારમાં નહી જોડાય. આ સંજોગોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ સર્જનાર એકનાથ શિંદે કોણ છે ? જાણો એકનાથ શિંદે બાબતે.

બાળાસાહેબ ઠાકરે સાથે શિંદેનો નજીકનો સંબધ

શિવસેનાના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray) પાસે 1970-80ના દાયકાના મહારાષ્ટ્રના અન્ય યુવાનોની જેમ એકનાથ શિંદેનો પર ઘણો પ્રભાવ હતો. તેઓ 1980ના દાયકામાં શિવસેનામાં જોડાયા અને કિસાન નગરના શાખા પ્રમુખ તરીકે નિયુક્ત થયા. ત્યારથી તેઓ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પક્ષ દ્વારા ઘણા આંદોલનોમાં મોખરે રહ્યા હતા.

કદાવર નેતા એકનાથ શિંદે

શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે ઠાકરે સરકારમાં (Thackeray Govt) શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી હતા. તેમણે મુંબઈને અડીને આવેલા થાણે સહિત અનેક જગ્યાએ શિવસેનાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં મુંબઈમાં પાર્ટીના મોટા કાર્યક્રમોની જવાબદારી પણ એકનાથ શિંદેના ખભા પર રહી છે. 2014માં અલગ ચૂંટણી લડ્યા બાદ શિંદેને વિપક્ષી પાર્ટીના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમના કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2019માં એકનાથ શિંદેનું નામ પણ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદની રેસમાં હતું, પરંતુ બાદમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મુખ્ય પ્રધાન બન્યા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

એકનાથ શિંદેને શિવસેનાના ઘણા ધારાસભ્યોનું સમર્થન છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે છેલ્લા કેટલાક સમયથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ હોવાનું કહેવાતુ હતુ. એકનાથ શિંદે એવા કેટલાક નેતાઓમાંના એક છે જેમના તમામ પક્ષો અને નેતાઓ સાથે સારા સંબંધો છે. શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે શિવસેનાના સાંસદ છે, તો તેમના ભાઈ પ્રકાશ શિંદે કોર્પોરેટર છે.

એકનાથ શિંદે ‘માતોશ્રી’ ને વફાદાર !

એકનાથ શિંદે 2004, 2009, 2014 અને 2019 માં સતત 4 વખત મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly) માટે ચૂંટાયા છે. ઉપરાંત આ કદાવર નેતાને CM ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અને તેમને ‘માતોશ્રી’ વફાદાર કહેવામાં આવતા હતા. તમને જણાવી દઈએ કે માતોશ્રી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેનું નિવાસ સ્થાન છે.

Next Article