મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી

|

Feb 16, 2024 | 11:44 PM

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ એટલે OBCને 19 ટકા રિઝર્વેશન મળી રહ્યુ છે. આ અનામત 374 જાતિઓને મળી રહી છે. મહારાષ્ટ્રમાં ઓબીસીની વસ્તી 38 ટકા છે. મરાઠા સમુદાય 33 ટકા છે. આ સ્થિતિમાં જો મરાઠા સમુદાય ઓબીસીમાં આવે છે તો અનામતનો એક મોટો હિસ્સો મરાઠા સમુદાયને મળશે. ઓબીસીના ભાગની અનામતમાં ઘટાડો થશે.

મરાઠા અનામતથી OBC ક્વોટા પર શું પડશે અસર ? વાંચો ઈનસાઈડ સ્ટોરી

Follow us on

મરાઠા અનામતની માગ પર મરાઠા નેતા મનોજ જરાંગે પાટિલ ભૂખ હડતાળ કરી રહ્યા છે. જરાંગે મરાઠા સમુદાયને ઓબીસી ક્વોટાથી અનામત દેવાની માગ કરી રહ્યા છે. ઓબીસી નેતા ખાસ કરીને છગન ભૂજબળે મરાઠા અનામત કોટાથી અનામત આપવાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધને લઈને છગન ભૂજબળ મરાઠા અનામતની માગ કરનારાના નિશાને પર છે. આ વિવાદને લઈને તેમણે મંત્રીપદથી પણ રાજીનામુ આપી દીધુ હતુ. જો કે હજુ સુધી તેને સ્વીકારવામાં નથી આવ્યુ. હવે સવાલ એ છે કે ઓબીસી અને મરાઠા વચ્ચેનો વિવાદ ઉકેલાશે? જો મરાઠા સમુદાયને ઓબીસી કોટાથી અનામત અપાય છે તો ઓબીસીની અનામતને અસર થશે. આવો જાણીએ કઈ રીતે.

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસીને 19 ટકા અનામત મળે છે. 374 જાતિઓને આ અનામત મળી રહી છે. મહારાષ્ટ્રમાં ઓબીસીની વસ્તી 38 ટકા છે. મરાઠા સમુદાય 33 ટકા છે. તેવામાં જો મરાઠા સમુદાય ઓબીસીમાં આવે છે તો અનામતનો મોટો હિસ્સો મરાઠા સમુદાયને આપવામાં આવશે અને ઓબીસીના હિસ્સાની અનામતમાં ઘટાડો થશે. એકવાર ઓબીસી અને મરાઠા બંને સમુદાયો ઓબીસી અનામત હેઠળ આવી જશે તો પછી અનામત બંને સમુદાયો વચ્ચે વિભાજીત થઈ જશે. પરંતુ અનામતની ટકાવારી જે 19 ટકા છે તે હંમેશા રહેશે.

2 કરોડ મરાઠા સમાજને મળશે અનામત

ઓબીસીમાં કુણબી સમાજ સામેલ છે. કુણબી સમુદાય મરાઠા છે. આથી જરાંગે કહે છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. તેમનું કહેવું છે કે મરાઠા સમુદાયના લોકોના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર મળવું જોઈએ. આ અંતર્ગત સરકારે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર આપ્યું છે. કુલ 54 લાખ રેકોર્ડ મળી આવ્યા છે અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. મનોજ જરાંગેએ દાવો કર્યો છે કે બે કરોડ મરાઠા અનામતના દાયરામાં આવ્યા છે. એટલે કે હવે બે કરોડ મરાઠા સમુદાયને ઓબીસીમાંથી અનામત મળશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મરાઠાઓને ઓબીસી ક્વોટા હેઠળ અનામત આપવાનો વિરોધ

જો મરાઠા સમુદાય ઓબીસી અનામત હેઠળ આવે છે તો ઓબીસી નેતાઓને લાગે છે કે રોજગાર અને શિક્ષણની ટકાવારી ઘટશે. આ જ કારણોસર છગન ભુજબળથી લઈને પંકજા મુંડે સહિતના ઓબીસી અનામતને કોઈની સાથે વહેંચવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે તેઓ મરાઠાઓને અનામત આપવાની વિરુદ્ધ નથી. તેમને અલગથી અનામત આપવી જોઈએ. તેમનું કહેવુ છે કે તેમને કોઈપણ ટકાવારીની સ્વતંત્ર અનામત આપો. પરંતુ ઓબીસી અનામતમાં કોઈને હિસ્સો મળવો જોઈએ નહીં.

મરાઠાઓના હાથમાં સત્તા અને સંપત્તિ

રાજ્યની મોટાભાગની સત્તા અને સંપત્તિ મરાઠા સમુદાયના હાથમાં છે. ઓબીસી નેતાઓનું કહેવું છે કે મરાઠા સમાજ પહેલાથી જ સમૃદ્ધ છે. શૈક્ષણિક સંસ્થાઓ, સુગર ફેક્ટરીઓ મરાઠા સમુદાયની માલિકીની છે. રાજ્યમાં 60 ટકાથી વધુ ધારાસભ્યો મરાઠા સમુદાયના છે. અત્યાર સુધી રાજ્યમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ મરાઠા સમુદાયમાંથી જ આવ્યા છે. મહારાષ્ટ્ર 1960 પછી અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી રાજ્યમાં 20 મુખ્યમંત્રીઓ થયા. આ 20 મુખ્યમંત્રીઓમાંથી 12 મરાઠા સમુદાયના હતા. અત્યારે વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પણ મરાઠા છે.

આ પણ વાંચો: છેલ્લા એક વર્ષમાં માત્ર ભારત જ નહીં દુનિયાના 65 દેશોમાં ખેડૂતો કરી ચુક્યા છે વિરોધ પ્રદર્શન- જાણો કારણ

20-21 ફેબ્રુઆરીએ વિધાનસભાનું વિશેષ સત્ર

મનોજ જરાંગે માંગ કરી છે કે સરકાર મરાઠાઓને અનામત આપવા માટે બહાર પાડવામાં આવેલ વટહુકમનો અમલ કરે અને આ માટે વિશેષ સત્ર બોલાવે. મનોજ જરાંગેની માગ મુજબ સરકારે 20 અને 21મીએ વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર બોલાવતી વખતે મુખ્યમંત્રીએ મધ્યમ માર્ગ પણ શોધી કાઢ્યો છે. સરકારનું કહેવું છે કે જે મરાઠાઓને કુણબી સર્ટિફિકેટ આપીને રેકોર્ડ મળશે તેમને સરકાર ઓબીસીમાંથી અનામત આપશે, પરંતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અમે મરાઠા સમુદાયને અલગથી અનામત આપીશું, જેમના રેકોર્ડ નથી મળ્યા. OBC અને મરાઠા અનામત વિવાદને કાબૂમાં લેવા માટે મુખ્યમંત્રીએ આ ઉપાય સૂચવ્યો છે. જો કે જોવાનું એ રહે છે કે મરાઠા સમુદાય તરફથી શું પ્રતિસાદ મળે છે?

મહારાષ્ટ્ર ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article