Maharashtra : મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. એક મહિનામાં બીજી વખત ભુકંપ આવતા લોકોની ચિંતા વધી છે. તમને જણાવી દઈએ કે, રત્નાગિરી જિલ્લાના (Ratnagiri district) સાખરપા, સંગમેશ્વર અને દેવરુખ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. અહેવાલો અનુસાર રાત્રે 2.30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની (Earthquake) જાણ થતાં જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જેના કારણે અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ રત્નાગીરી જિલ્લામાં રાત્રે 2.30 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા જિલ્લાના સાખરપા, સંગમેશ્વર અને દેવરૂખ વિસ્તારમાં વધુ અનુભવાઈ હતી. તેની તીવ્રતા ચાર રિક્ટર સ્કેલ પર અનુભવાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી (Mumbai) લગભગ 350 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
Earthquake of Magnitude:4.0, Occurred on 15-11-2021, 02:36:20 IST, Lat: 17.19 & Long: 73.71, Depth: 5 Km ,Region: Ratnagiri, Maharashtra, India for more information download the BhooKamp App https://t.co/Cv22z56PwM pic.twitter.com/gygWgBb4cL
— National Center for Seismology (@NCS_Earthquake) November 14, 2021
એક મહિનામાં બીજી વખત ભૂકંપ
રાહતની વાત એ છે કે આ ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ નથી. સ્થાનિક પ્રશાસન દ્વારા મળતી માહિતી મુજબ હાલ પરિસ્થિતિ સ્થિર છે. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં એક મહિનામાં બે વખત ભૂકંપના આંચકા આવતા લોકો ભયભીત થયા છે. સ્થાનિક પ્રશાસને (Local Administration) પણ લોકોને સલામત રહેવા અને સાવચેતી રાખવા જણાવ્યુ છે. આ ઘટના વિશે જણાવતા સ્થાનિક લોકોએ કહ્યું કે, ટેબલ, ખુરશી ધ્રુજતા અમે બહાર દોડી આવ્યા હતા. જો કે મોડી રાત્રે આ ભુકંપ આવતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ પણ વાંચો: છત્રપતિ શિવાજીના ઈતિહાસને ઉજાગર કરનાર પદ્મ વિભૂષણથી સન્માનિત પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
આ પણ વાંચો: કંગના રનૌતના નિવેદનને મળ્યું સમર્થન ! આ મોટા અભિનેતાએ સમર્થન આપતા વિવાદ વકર્યો