Mumbai : મહિનાઓથી ગુમ થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ (Parambir Singh) આખરે મુંબઈ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે, પરમબીર સિંહને કોર્ટે ફરાર જાહેર કર્યો છે. આ પહેલા બુધવારે લાંબા સમય બાદ મૌન તોડતા તેણે કહ્યું હતું કે તે ચંદીગઢમાં (Chandigarh)છે. ઉપરાંત તેણે કહ્યું કે ટૂંક સમયમાં તે મુંબઈમાં તેની સામેના કેસોની તપાસમાં જોડાશે. જે બાદ આજે તે મુંબઈ પહોંચી ગયા છે.
Former Mumbai Police Commissioner Param Bir Singh arrives in Mumbai.
Singh was declared as ‘absconding’ by a Mumbai court. He is facing extortion charges in several cases in Maharashtra. pic.twitter.com/DEHiSRVxNn
— ANI (@ANI) November 25, 2021
ખંડણી કેસમાં ફસાયા પરમબીર સિંહ
ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર(Former Police Commissioner) પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે. ખંડણી કેસમાં પરમવીર સિંહ સહિત કુલ છ લોકો આ કેસમાં સામેલ છે. તેમાં સચિન વાઝેનો (Sachin Vaze) પણ સમાવેશ થાય છે. આ કેસમાં સચિન વાઝેની ધરપકડ થઈ ચૂકી છે, જેને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં કોર્ટમાં મોકલવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ખંડણીના કેસમાં કોર્ટે પરમવીર સિંહને ફરાર જાહેર કર્યો હતો.
જુઓ વીડિયો
સુપ્રીમ કોર્ટે ધરપકડથી રક્ષણ આપ્યું
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે(Supreme Court) સોમવારે ખંડણીના કેસમાં પરમબીર સિંહને ધરપકડથી રક્ષણ આપ્યું છે. આ સાથે કોર્ટે પરમબીર સિંહને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પરમબીર સિંહના વકીલે કહ્યું હતું કે તેઓ દેશમાં છે અને તે ફરાર થવા માંગતા નથી,પરંતુ તેનો જીવ જોખમમાં છે.જેથી તેઓ બહાર આવી રહ્યા નથી.
30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
આ પહેલા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ પરમબીર સિંહને ફરાર જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની અરજીને માન્ય રાખીને કોર્ટે પરમબીર સિંહને ફરાર જાહેર કર્યો હતો. સાથે પરમબીર સિંહને 30 દિવસમાં હાજર થવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતુ. આવી સ્થિતિમાં જો તે સમયસર હાજર નહીં થાય તો તેની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવુ પણ કહેવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: શક્તિ મિલ્સ ગેંગરેપ 2013 કેસમાં બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા
Published On - 12:43 pm, Thu, 25 November 21