Dadra And Nagar Haveli Bypoll : દાદરા અને નગર હવેલી લોકસભા સીટની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. શિવસેનાએ આ સીટ પર જીત મેળવી છે. મહારાષ્ટ્રની બહાર શિવસેનાએ (Shiv Sena) જીતેલી આ પહેલી સીટ છે,જેથી આ જીત શિવસેના માટે ખાસ છે. આ જીત બાદ શિવસેનામાં ખુશીનો માહોલ છે.
રાષ્ટ્રીય રાજનીતિ તરફ આ અમારું પ્રથમ પગલું : સંજય રાઉત
જીત બાદ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતનું (Sanjay Raut) નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિ તરફ આ અમારું પ્રથમ પગલું છે. રાઉતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રની બહાર પહેલીવાર શિવસેનાએ જીત હાંસલ કરી છે. વર્ષ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે સ્થિતિ આવી નહીં હોય, અમે સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવીશું.
दादरा नगर हवेलीत आज भगवा फडकला. लोकसभा पोटनिवडणुकीत श्रीमती कलाबेन डेलकर जी यांचा विजय निश्चितच एका नव्या विकास पर्वाची नांदी आहे. अन्याय आणि हुकूमशाही विरुद्ध जनतेने दिलेला हा कौल असून आता जनतेच्या हितासाठी दिल्लीत शिवसेनेचा आवाज आणखी बुलंद होईल, हा विश्वास आहे. pic.twitter.com/p5L4djBkpl
— Aaditya Thackeray (@AUThackeray) November 2, 2021
આ અન્યાય અને સરમુખત્યારશાહી સામે જનતાની જીત છે : આદિત્ય ઠાકરે
આ જીત પર ટ્વીટ કરતા આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray )કહ્યું કે, દાદર અને નગર હવેલીમાં ભગવો લહેરાયો છે. કલાબેનની આ જીત દર્શાવે છે કે વિકાસનો નવો યુગ શરૂ થયો છે. આ અન્યાય અને સરમુખત્યારશાહી સામે જનતાની જીત છે. લોકોને વિશ્વાસ છે કે શિવસેના લોકહિતનો અવાજ ઉઠાવવામાં સફળ રહેશે.
આ માત્ર એક શરૂઆત
આ જીત બાદ શિવસેનામાં (Shiv Sena) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાઉતે કહ્યું કે, દાદર નગર હવેલીમાં જે પરિણામો આવ્યા છે તે માત્ર શરૂઆત છે. હવે આગામી સમયમાં દમણ અને દક્ષિણ ગુજરાતમાં પણ શિવસેના મેદાનમાં ઉતરશે. સંજય રાઉતે વર્ષ 2022માં યોજાનારી યુપી ચૂંટણી માટે પોતાની રણનીતિ પણ જણાવી છે. રાઉતે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, પાર્ટી યુપી ચૂંટણીમાં પણ જીત મેળવશે.
પતિના મૃત્યુ બાદ ડેલકરને ટિકિટ મળી હતી
શિવસેનાએ દાદર અને નગર હવેલી લોકસભા સીટ પરથી કલાબેન ડેલકરને મેદાનમાં ઉતાર્યા છે.ઉલ્લેખનીય છે કે, તેમના પતિ મોહન ડેલકરનું મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. જેમાં ભાજપના નેતા અને દાદર નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ કથિત રીતે તેને હેરાન કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આથી પતિના મૃત્યુ બાદ ડેલકરને દાદર અને નગર હવેલી લોકસભા સીટની ટિકિટ મળી હતી.