Aryan Drugs Case: ક્રુઝ ડ્રગ્સ કેસને લઈને NCB એ તપાસ તેજ કરી છે. એનસીબીની ટીમે શહેરમાં એક સાથે ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ દરોડા મુંબઈના બાંદ્રા, અંધેરી અને પવઈમાં પાડ્યા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ ખત્રીની એનસીબીએ (Narcotics Control Bureau) ગુરુવારે પૂછપરછ કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, NCB એ આ કેસમાં ત્રીજી વખત ખત્રીની પૂછપરછ કરી છે. તમને જણાવી દઈએ કે, ખત્રીની લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ડ્રગ્સ કેસને લઈને NCB એ તપાસ તેજ કરી
2 ઓક્ટોબરની રાત્રે ક્રૂઝ પર દરોડા દરમિયાન, NCB ને ડ્રગ્સ મળી આવતા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલાઓમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન, (Aryan Khan) અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સતીજા, ઇશ્મીત સિંહ ચઢ્ઢા, મોહક જયસ્વાલ, ગોમિત ચોપરા અને વિક્રાંતનો સમાવેશ થાય છે.
આ કેસમાં અત્યાર સુધી શું થયું ?
બાદમાં 3 ઓક્ટોબરે એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) આર્યન ખાનની અટકાયતની પુષ્ટિ કરી હતી અને બાદમાં સતાવાર રીતે આ કેસમાં આર્ય ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આર્યનની સાથે વધુ સાત લોકોની પણ તબીબી તપાસ કરીને ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે 4 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીની જામીન અરજી પર પ્રથમ સુનાવણી મુંબઈની કોર્ટમાં થઈ હતી. જેમાં NCB એ 11 ઓક્ટોબર સુધી કસ્ટડી વધારવાની માગ કરી હતી. આર્યન ખાનના વકીલે દલીલ કરી હતી કે આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યુ નથી. જો કે કોર્ટ આર્યનને 7 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો હતો.
ઇમ્તિયાઝ ખત્રીની ઓફિસ પર દરોડા
તેમજ 7 ઓક્ટોબરના રોજ મુંબઈની કોર્ટે (Mumbai Court) આર્યન ખાન અને અન્ય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. બાદમાં 8 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી અને બીજા જ દિવસે NCB એ ઇમ્તિયાઝ ખત્રીની ઓફિસ પર દરોડા પાડ્યા અને તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આર્યનને હાલ આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્ર પોલીસને માફિયા કહેવા બદલ CM ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ પોલીસ કંઈક ખોટુ કરતા રોકે તો “માફિયા”