Coronavirus : મુંબઇમાં ઘટ્યા કોરોનાના કેસ, ઓક્સીજન સપ્લાઇના સારા પ્રબંધનના કારણે ઘટયા કેસ

|

May 07, 2021 | 11:13 PM

કોરોનાના હાહાકાર વચ્ચે આખરે મુંબઇમાં ચમત્કાર થયો છે કે મુંબઇના વખાણ થઇ રહ્યા છે. કારણ એ છે કે ત્યાં નવા કેસ ઝડપથી ઓછા થઇ રહ્યા છે.

Coronavirus : મુંબઇમાં ઘટ્યા કોરોનાના કેસ, ઓક્સીજન સપ્લાઇના સારા પ્રબંધનના કારણે ઘટયા કેસ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કોરોનાના હાહાકાર વચ્ચે આખરે મુંબઇમાં ચમત્કાર થયો છે કે મુંબઇના વખાણ થઇ રહ્યા છે. કારણ એ છે કે, ત્યાં નવા કેસ ઝડપથી ઓછા થઇ રહ્યા છે. અઠવાડિયામાં કોરોનાના કેસ 33 હજાર પંચોતેરથી ઘટીને 10 હજાર 736 પર પહોંચી ગયા. કહેવામાં આવી રહ્યુ છે કે આવુ ઓક્સીજન સપ્લાઇના સારા પ્રબંધનના કારણે થયું છે.

મુંબઇના વખાણ એવા સમયમાં થઇ રહ્યા છે, જ્યારે બાકી શહેરોમાં આંકડા સતત ડરાવનારા છે. બીએમસીએ પહેલા જ એ જાણી લીધુ હતુ કે ભવિષ્યમાં ઓક્સીજનની ઘણી જરુર પડશે. તે માટે તમામ મોટી કોવિડ હૉસ્પિટલમાં પહેલેથી જ ઓક્સીજનની વ્યવસ્થા કરી લેવામાં આવી હતી. આ જ કારણે હૉસ્પિટલમાં મોટી ક્ષમતાની ઓક્સીજન ટેન્ક બનાવી દેવામાં આવી હતી અને તે માટે હૉસ્પિટલમાં ઓક્સીજન બેડ છે, ત્યાં નિયમિત ઓક્સીજનનો સપ્લાઇ વધારવા માટે 24 વિભાગ વચ્ચે 6 કોઓર્ડિનેશન ઓફિસર્સને નિયુક્ત કરવામાં આવ્યા હતા.

એટલું જ નહિ દરેક જરુરિયાતમંદ સુધી ઓક્સીજન સપ્લાઇ થઇ શકે તે માટે કસ્તુરબા હૉસ્પિટલ અને એચબીટી ટ્રોમાં સેન્ટરમાં પીએસએ ટેકનીક પર ઓક્સીજન પ્લાંટ લગાવી દેવામાં આવ્યા હતા. આ સિવાય શહેરમાં 12 અન્ય સ્થાનો પર 45 મીટ્રિક ટન પીએસએ ટેક્નોલોજી વાળો ઓક્સીજન પ્લાંટ લગાવવાનુ કામ અત્યારે છેલ્લા ચરણમાં ચાલી રહ્યુ છે. મુંબઇમાં અલગ અલગ કંપનીઓ તરફથી 235 મીટ્રિક ટન ઓક્સીજન રોજ મળી રહ્યુ છે. બીએમસીના જે કમિશ્નર ઇકબાલ સિંહ ચહલની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. તેમને ધારાવીની હાલત ગંભીર થવા પર આ જવાબદારી આપવામાં આવી છે, જ્યાં તેઓ કોરોનાના કેસ શૂન્ય સુધી લાવવામાં સફળ રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બીએમસીએ એક અલગ ટીમ બનાવી છે, જે ઓક્સીજન સપ્લાઇનો પૂરો ડેટા રાખે છે. એટલે કે સપ્લાઇને લઇને હૉસ્પિટલ સુધી ઓક્સીજન પહોંચ્યુ કે નહી એનાપર નજર રાખે છે. વચ્ચે કોઇ ગડબડી થઇ તો તેનુ સમાધાન કરાવવાનો અને આ બધા જ આંકડા ગૂગલ ડ્રાઇવ પર સંભાળવા પર આ ટીમ કામ કરી રહી છે. આ સિવાય અલગ અલગ સમય પર સર્વે કરાવવાનો બીએમસીનો નિર્ણય ફાયદાકારક સાબિત થયો છે.

Next Article