Maharashtra Child Vaccination: મુંબઈ, પૂણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, અનેક અડચણો પણ સામે આવી

|

Mar 16, 2022 | 11:54 PM

ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવેલી સૂચના મુજબ બાળકો માટે મહારાષ્ટ્ર કોરોના રસીકરણ (Maharashtra Corona Vaccination for Chidren) કાર્યક્રમ મુંબઈમાં 12 કેન્દ્રોમાં શરૂ કરવામાં આવ્યો હતો.

Maharashtra Child Vaccination: મુંબઈ, પૂણે સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, અનેક અડચણો પણ સામે આવી
Child Vaccination In Maharashtra (Symbolic Image)

Follow us on

મુંબઈ, પૂણે, નાસિક સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બુધવાર (16 માર્ચ)થી 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ  (Children Vaccination for age 12 to 14) શરૂ થઈ ગયું છે. જો કે પ્રથમ દિવસે અનેક જગ્યાએ સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવેલી સૂચના મુજબ બાળકો માટે મહારાષ્ટ્ર કોરોના રસીકરણ (Maharashtra Corona Vaccination for Chidren) કાર્યક્રમ મુંબઈમાં 12 કેન્દ્રોમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે બપોરે 12 વાગ્યે શરૂ થયો હતો. હાલમાં આ કાર્યક્રમ બે દિવસના પ્રાયોગિક સ્તરે શરૂ કરવામાં આવ્યો. 12થી 14 વર્ષની વયના બાળકોને Corbevax રસી આપવામાં આવી રહી છે.

મુંબઈમાં બપોરે 12 વાગ્યાથી રસીકરણ શરૂ થવાનું હતું. પરંતુ રસીકરણ માટે નક્કી કરાયેલી એપ પર 12થી 14 વર્ષના બાળકોના રસીકરણ માટેનો સ્લોટ અપડેટ કરી શકાયો નથી. જેના કારણે બાળકોને રસીકરણ કેન્દ્રમાં બે-અઢી કલાક સુધી બેસીને રાહ જોવી પડી હતી. પ્રથમ દિવસે આ અફરાતફરીના વાતાવરણમાં રસીકરણ 2 કલાક પછી શરૂ થઈ શક્યું.

મુંબઈની જેમ પૂણેમાં પણ સમયસર રસીકરણ શરૂ થઈ શક્યું નથી

પૂણેની વાત કરીએ તો પ્રશાસન તરફથી સ્લોટ ઓનલાઈન બુક કરવાનો આદેશ હતો. પરંતુ કોવિન એપ બિલકુલ કામ કરતી ન હતી. જેના કારણે બાળકો રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. જેના કારણે લાંબા સમય સુધી તેમનું રસીકરણ શરૂ થઈ શક્યું ન હતું. પૂણેમાં ક્યાંય પણ રસીકરણ કેન્દ્રમાં સમયસર રસીકરણ શરૂ થઈ શક્યું ન હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઔરંગાબાદ અને નાસિક જેવા શહેરોની સ્થિતિ

નાસિકની વાત કરીએ તો રસીના સ્ટોકની ઉપલબ્ધતા ન હોવાને કારણે 12થી 14 વર્ષની વયના બાળકો માટે સમયસર રસીકરણ શરૂ થઈ શક્યું નથી. એ જ રીતે, ઔરંગાબાદમાં માત્ર ત્રણ કેન્દ્રો પર રસીકરણ શરૂ કરી શકાયું હતું. અહીં છોકરાઓ કરતાં છોકરીઓએ રસીકરણ માટે વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો.

છોકરાઓ કરતાં છોકરીઓ વધુ સંખ્યામાં રસી લેવા માટે આગળ આવી. અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ અરાજકતા પ્રથમ દિવસે જ જોવા મળી હતી અને વિવિધ વિસ્તારોના સ્થાનિક વહીવટીતંત્રે ખાતરી આપી છે કે આવતીકાલ (ગુરુવાર)થી 12થી 14 વર્ષના બાળકો માટેનો રસીકરણનો કાર્યક્રમ સુવ્યવસ્થિત કરવામાં આવશે.

આ પણ વાંચો :  ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને ટેક્સ ફ્રી કરવાનો મહારાષ્ટ્ર સરકારે કર્યો ઈનકાર, અજિત પવારે કહ્યું- પહેલા GSTમાં છૂટ આપે મોદી સરકાર

Next Article