શું મહારાષ્ટ્રમાં થશે મિની લોકડાઉન ? બેઠક બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે આખરી નિર્ણય

|

Jan 05, 2022 | 5:59 PM

બુધવારે મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારની હાજરીમાં કોરોના ટાસ્ક ફોર્સ અને આરોગ્ય મંત્રી વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

શું મહારાષ્ટ્રમાં થશે મિની લોકડાઉન ? બેઠક બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે લેશે આખરી નિર્ણય
CM Uddhav Thackeray (File Photo)

Follow us on

Maharashtra Lockdown:  આજે સમગ્ર મહારાષ્ટ્રની નજર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના(CM Uddhav Thackeray)  નિર્ણય પર ટકેલી છે. શું રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન થશે ? જો કે મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાનું પૈડું ઘણી મુશ્કેલી બાદ પાટા પર આવ્યુ છે. બીજી તરફ વધતા કોરોના કેસને લઈને શું સરકાર (Maharashtra Government) જોખમ લેશે ? આવા અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે આજે 5 જાન્યુઆરીની સાંજે કેટલાક નવા કડક નિયંત્રણો જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે.

કોરોના ટાસ્ક ફોર્સ સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક

આજે 5 જાન્યુઆરીએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની હાજરીમાં મુંબઈમાં (Mumbai) કોરોના ટાસ્ક ફોર્સ અને આરોગ્ય પ્રધાન, મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગ સાથે સંબંધિત નિષ્ણાતો અને વહીવટી અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લગભગ એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. આ ચર્ચામાં જે બાબતો સામે આવી અને વધતા કોરોના અને ઓમિક્રોન સંક્રમણને પહોંચી વળવા માટેના પગલાં અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિચારણા માટે મોકલવામાં આવ્યા છે. બેઠક બાદ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ (Rajesh Tope) ચર્ચામાં લાવવામાં આવેલા સૂચનો વિશે માહિતી આપીને જણાવ્યુ કે અંતિમ નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ બેઠક બાદ આપ્યા આ સંકેત

આરોગ્ય પ્રધાન ટોપેએ જણાવ્યુ કે, ‘હાલમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની કોઈ વાત નથી. પરંતુ જે રીતે કોરોના કેસની સંખ્યા વધી રહી છે તે ચોક્કસપણે ચિંતામાં વધારો કરે છે. આજની બેઠકમાં IEC પર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે, માહિતી શિક્ષણ અને સંદેશાવ્યવહાર દ્વારા લોકોમાં જાગૃતિ વધારવામાં આવશે કે લોકોએ આ વધતા સંક્રમણથી કઈ રીતે પોતાની જાતને બચાવી શકે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, ‘બેઠકમાં કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત થઈ હતી. કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રતિદિન 30 હજાર સુધી પહોંચવાની આશંકા છે. જો લક્ષણો જણાય તો દરેક વ્યક્તિએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, વધતા સંક્રમણને કઈ રીતે પહોંચી વળાય તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામા આવી હતી.ત્યારે આજે સાંજે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આ અંગે આખરી નિર્ણય લેશે.

આ પણ વાંચો : કોરોનાનો કહેર : MNS ચીફ રાજ ઠાકરેનો સ્ટાફ થયો કોરોના સંક્રમિત, અત્યાર સુધીમાં 26 મોટા નેતા કોરોનાની ઝપેટમાં

Published On - 4:15 pm, Wed, 5 January 22

Next Article