Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

|

Aug 26, 2021 | 9:45 AM

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 272 લોકોએ કોરોનાને (Corona) મ્હાત આપી છે, જ્યારે 343 નવા કોરોના કેસ નોંધાયા છે. જેથી મુંબઈમાં પણ કોરોનાની ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.

Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા
Increase Corona Case in Maharashtra

Follow us on

Corona in Maharashtra : મહારાષ્ટ્રના લોકો માટે વધુ એક ચિંતાજનક સમાચાર છે. ફરી એકવાર નવા કોરોના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department) અનુસાર, એક દિવસમાં 4 હજાર 380 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, પરંતુ 5 હજાર 31 નવા કેસ નોંધાયા હતા. જેને કારણે રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 97.04 ટકા થયો છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક દિવસમાં રાજ્યમાં કોરોનાને કારણે 216 લોકોના મોત થયા છે. જેથી મૃત્યુ દર હાલમાં 2.12 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 62 લાખ 47 હજાર 414 લોકો સાજા થયા છે, હાલ રાજ્યમાં 50 હજાર 183 દર્દીઓ એક્ટિવ છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

મુંબઈમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક

છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટીને 10 હજારથી ઓછી થઈ ગઈ છે. સામાન્ય રીતે આ સંખ્યા લગભગ ચાર હજારથી છ હજારની વચ્ચે રહે છે. મુંબઈમાં (Mumbai) પણ છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાની સ્થિતિ સતત સુધરી રહી છે. પરંતુ  હાલમાં મુંબઈની પણ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. અહીં પણ, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા કોરોનાના (Corona Case) નવા કેસો વધુ સામે આવી રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં 272 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે 343 નવા કોરોના કેસ નોંધાયા છે. ઉપરાંત કોરોનાને કારણે 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 15 હજાર 956 પર પહોંચ્યો છે. હાલમાં કોરોનાના 2 હજાર 855 દર્દીઓ એક્ટિવ છે, ઉપરાંત કોરોના રિકવરી રેટ હાલમાં 97 ટકા થયો છે. હાલ,કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે.

રાજ્યના 5 જિલ્લાઓમાં એક પણ કોરોના દર્દી નોંધાયો નથી

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5 કરોડ 28 લાખ 40 હજાર 805 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 64 લાખ 37 હજાર 680 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. રાજ્યમાં 2 લાખ 98 હજાર 264 હોમ ક્વોરેન્ટાઇન છે. જો કે, સારા સમાચાર એ છે કે રાજ્યના પાંચ જિલ્લાઓમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેમાં ધુલે, નંદુરબાર, વાશિમ, ભંડારા, ગોંડિયા જિલ્લાનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર થોડા દિવસોની મહેમાન, તે મારૂ કંઈ બગાડી નહીં શકે: નારાયણ રાણે

Next Article