Controversy : ફોન પર ‘વંદે માતરમ’ કહીને વાત શરૂ કરવાની જાહેરાત પર વિવાદ, રઝા એકેડેમીએ ઉઠાવ્યો વાંધો

|

Aug 16, 2022 | 8:27 AM

રઝા (Raza Academy )એકેડમીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ભાવના વંદે માતરમ સાથે સુસંગત નથી. તેમના સમુદાયના લોકો અન્ય કોઈ વિકલ્પ સ્વીકારશે, પરંતુ તેઓ અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા કરવાનું વિચાર પણ કરી શકતા નથી.

Controversy : ફોન પર વંદે માતરમ કહીને વાત શરૂ કરવાની જાહેરાત પર વિવાદ, રઝા એકેડેમીએ ઉઠાવ્યો વાંધો
Controversy on saying Vande mataram (File Image )

Follow us on

મહારાષ્ટ્રની (Maharashtra )સરકારી કચેરીઓમાં ‘હેલો (Hello )’ને બદલે ‘વંદે માતરમ’ બોલીને વાતચીત શરૂ કરવાના આદેશને લઈને નવો વિવાદ (Controversy )શરૂ થયો છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના શિંદે સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી સુધીર મુનગંટીવારે. વિભાગનો હવાલો મળતા જ તેઓએ આ જાહેરાત કરી છે જેમાં હવે સરકારી કચેરીઓમાં “હેલો” બોલીને વાતચીત શરૂ કરવાને બદલે “વંદે માતરમ” બોલવાનું સૂચન કરાયું છે. જોકે આ જાહેરાત બાદ વિવાદ શરૂ થઇ ગયો છે.

અમે ફક્ત અલ્લાહની જ પૂજા કરીએ છીએ. વંદે માતરમ સિવાય બીજો કોઈ વિકલ્પ આપો. એવો વિકલ્પ આપો જે બધાને સ્વીકાર્ય હોય.’  રઝા એકેડમીના પ્રમુખ સઈદ નૂરીએ કહ્યું છે કે તેઓ આ અંગે મુસ્લિમ ઉલેમા અને અન્ય સંબંધિત લોકો સાથે સલાહ પણ લેશે.

સઈદ નૂરીએ કહ્યું છે કે તે તમામ સંબંધિત લોકો સાથે વાત કર્યા બાદ સરકારને પત્ર લખીને પોતાનો વાંધો વ્યક્ત કરશે. વિપક્ષ તરફથી પણ આ અંગે કટાક્ષ કરવામાં આવી રહ્યા છે. એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું છે કે સીએમ એકનાથ શિંદે સુધીર મુનગંટીવારને પણ કહેવું જોઈએ કે તેઓ તેમનું સંબોધન જય મહારાષ્ટ્ર બોલીને શરૂ કરે કે વંદે માતરમ બોલીને? તમને જણાવી દઈએ કે શિવસૈનિકો કોઈપણ વાતચીતની શરૂઆત અને અંત ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર’ બોલીને કરે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

‘હેલો’ને બદલે ‘વંદે માતરમ’ બોલો, મંત્રીની પહેલી પ્રતિક્રિયા :

સોમવારે શિંદે-ફડણવીસ સરકારના મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી હતી. સુધીર મુનગંટીવારને વન, મત્સ્યોદ્યોગ અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપ-શિવસેના સરકારમાં તેઓ નાણામંત્રી હતા. આ વખતે તેમને કોઈ રીતે ડિમોશન તો નથી મળ્યું ને? જ્યારે TV9એ તેમને આ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે વિભાગ નાનો-મોટો નથી.અને પહેલા જ દિવસે મોટો આદેશ આપ્યો કે હવેથી મહારાષ્ટ્રના દરેક સરકારી વિભાગની શરૂઆતમાં ‘હેલો’ કહેવાને બદલે ‘વંદે માતરમ’ બોલીને કરવામાં આવે.

અલ્લાહ સિવાય બીજા કોઈની પૂજા નથી કરતા : સઈદ નુરી

ટૂંક સમયમાં સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ અંગે અધિકૃત આદેશ જારી કરવામાં આવશે. સુધીર મુનગંટીવારે કહ્યું કે વંદે માતરમ માત્ર એક શબ્દ નથી પરંતુ દરેક ભારતીયની ભાવના છે. પરંતુ રઝા એકેડમીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ભાવના વંદે માતરમ સાથે સુસંગત નથી. તેમના સમુદાયના લોકો અન્ય કોઈ વિકલ્પ સ્વીકારશે, પરંતુ તેઓ અલ્લાહ સિવાય અન્ય કોઈની પૂજા કરવાનું વિચાર પણ કરી શકતા નથી.

Next Article