મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની વસૂલીની રકમ હવાલા દ્વારા પાકિસ્તાન પહોંચી રહી છે. આ પૈસા સીધા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અંગત છોટા શકીલ સુધી પહોંચી રહી છે. ટેરર ફંડિંગના મામલે તપાસ કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ આ ખુલાસો કર્યો છે. NIAની કસ્ટડીમાં આરિફ ભાઈજાન નામના વ્યક્તિ સાથે પૂછપરછમાં આ જાણકારી સામે આવી છે. વધુ એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે પાકિસ્તાનના એરપોર્ટમાં અંડરવર્લ્ડનો કબ્જો છે. અંડરવર્લ્ડ પોતાના લોકો પર ઈમિગ્રેશન સ્ટેમ્પ લાગવા દેતું નથી.
તેનાથી તેમની પાકિસ્તાનમાં આવવા-જવાની જાણકારી દુનિયામાં કોઈ દેશમાં રહેતી નથી. આરોપી આરિફ ભાઈજાને પૂછપરછમાં ખુલાસો કર્યો કે 2017-18માં મુંબઈના એક વેપારીએ ધમકી આપી તેની પાસેથી 17 કરોડ રૂપિયાની ખંડણી વસૂલમાં આવી હતી. ખંડણીની આ રકમ હવાલા દ્વારા છોટા શકીલ સુધી પહોંચાડવામાં આવી. આ રકમનો ઉપયોગ ટેરર ફંડિંગ માટે કરવામાં આવતો હોવાની જાણકારી સામે આવી છે.
આ પણ વાંચો: રાજ ઠાકરેને મોટી રાહત, 15 વર્ષ જૂના કેસમાં અરેસ્ટ વોરંટ થયું રદ, કોર્ટે ફટકાર્યો દંડ
આરિફ શેખ સાથેની પુછપરછમાં એ પણ જાણવા મળ્યું કે તેના કહેવા પર શબ્બીર શેખે 29 એપ્રિલ 2022એ માલાડમાં હવાલા ઓપરેટર પાસેથી 25 લાખ રૂપિયા લીધા. આરોપી શબ્બીર શેખે પોતાની ઓળખ છુપાવવા માટે શાહિદ નામનો ઉપયોગ કર્યો પણ ભૂલથી પોતાનો સાચો મોબાઈલ નંબર આપી દીધો. પૈસા મળવાના પૂરાવા તરીકે 10 રૂપિયાની નોટનો સીરિયલ નંબર 14L615464નો ઉપયોગ કરવામાં આવ્યો અને 25 લાખ રૂપિયા માટે કોડ વર્ડ ’25 કિલો’ રાખવામાં આવ્યો. મેસેજ આપી જણાવવામાં આવ્યું કે પૈસા કોને આપવાના છે અને નોટની ટોકનનો નંબર શું છે?
NIAની પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે રસીદ ભાઈ નામનો એક પાકિસ્તાની નાગરિક જે દુબઈમાં રહે છે, તેમને સુરતના એક હવાલા ઓપરેટરને મુંબઈમાં 25 લાખ રૂપિયા પહોંચાડવા કહ્યું હતું. રસીદભાઈએ સુરતના ઓપરેટરને કહ્યું હતું કે આ પૈસા છોટા શકીલના છે.