આગ વચ્ચે 9 નવજાત બાળકોને બચાવાયા, જુઓ મહારાષ્ટ્રની હોસ્પિટલના CCTV વીડિયો
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એશિયન હોસ્પિટલના NICUમાં આગ લાગતા નવ નવજાત બાળકોને સુરક્ષિત બચાવાયા. ACમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે.
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી એશિયન હોસ્પિટલમાં આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના હોસ્પિટલના NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ) વોર્ડમાં બની હતી, જ્યાં નવ નવજાત બાળકો સારવાર હેઠળ હતા. ફાયર વિભાગ અને હોસ્પિટલ સ્ટાફની ત્વરિત કાર્યવાહીના કારણે તમામ નવ શિશુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, NICUના એર કન્ડિશનર (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના ધુમાડા વચ્ચે હોસ્પિટલ સ્ટાફે જે રીતે ઝડપથી બાળકોને બહાર કાઢ્યા તે પ્રસંશનીય છે. બચાવવામાં આવેલા નવજાત બાળકોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઘટનાએ હોસ્પિટલોમાં, ખાસ કરીને NICU જેવા સંવેદનશીલ વિસ્તારોમાં, ફાયર સેફ્ટી અને કટોકટી વ્યવસ્થાપન કેટલું મહત્ત્વનું છે તે ફરી એકવાર સાબિત કર્યું છે. જોકે, સમયસર કાર્યવાહીના કારણે નવ માસૂમ બાળકોનો જીવ બચી ગયો છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
નવી મુંબઈથી શ્રીનગર એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ સાથે મોટી ઘટના, પાર્કિંગમાં રહેલા થાંભલા સાથે અથડાઈ,
