મહારાષ્ટ્ર સરકારની થઈ એર ઈન્ડિયા બિલ્ડિંગ, કરોડો રૂપિયામાં મળી કેન્દ્રીય મંજૂરી, જાણો શું છે બાબત

|

Mar 16, 2024 | 9:44 AM

Air India building : એર ઈન્ડિયા ઈમારત મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત ઈમારતોમાંની એક છે. વર્ષ 1974માં આ ઈમારત એર ઈન્ડિયાને 99 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર સરકારની થઈ એર ઈન્ડિયા બિલ્ડિંગ, કરોડો રૂપિયામાં મળી કેન્દ્રીય મંજૂરી, જાણો શું છે બાબત
air india building

Follow us on

ભારત સરકારે નરીમાન પોઈન્ટ પર સ્થિત મુંબઈની પ્રખ્યાત ઈમારત એર ઈન્ડિયા બિલ્ડીંગને રૂપિયા 1601 કરોડમાં મહારાષ્ટ્ર સરકારને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે મહારાષ્ટ્ર સરકાર એર ઈન્ડિયા બિલ્ડિંગની માલિક બની ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના અનેક વિભાગોની ઓફિસો, જે જગ્યાના અભાવે અહીં-ત્યાં પથરાયેલી હતી, હવે એક જ છત નીચે કામ કરી શકશે.

1,601 કરોડમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી

અનેક ઓફિસોને એક છત નીચે લાવવા માટે મુંબઈની પ્રતિષ્ઠિત ઇમારત એર ઈન્ડિયાને ખરીદવાના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બરમાં એર ઈન્ડિયાની 23 માળની ઈમારતને હસ્તગત કરવાનો નિર્ણય લીધો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) સેક્રેટરી તુહિન કાંત પાંડેએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ભારત સરકારે AI એસેટ્સ હોલ્ડિંગ કંપની લિમિટેડ (AIAHL)ની એર ઈન્ડિયા બિલ્ડિંગ, મુંબઈને મહારાષ્ટ્ર સરકારને રૂપિયા 1,601 કરોડમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, મંત્રી જૂથ રૂપિયા 298.42 કરોડના લેણાં માફ કરવા સંમત થયા છે. જે AIAHLને આપવાનું હતું.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

23 માળની ઇમારત

AIAHL, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળની ભારત સરકારની કંપની, એર ઈન્ડિયાની નોન-કોર એસેટ્સ અને દેવાને રાખવા માટે 2019 માં સ્થાપવામાં આવી હતી. એર ઈન્ડિયાની જમીન અને ઈમારતો સહિત રૂપિયા 14,718 કરોડની નોન-કોર એસેટ્સ એઆઈએએચએલને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

સરકારે એર ઈન્ડિયાને ટાટા ગ્રુપને વેચી તે પહેલાં તેની રચના કરવામાં આવી હતી. સરકારે 27 જાન્યુઆરી 2022ના રોજ એર ઈન્ડિયાની માલિકી ટાટા ગ્રુપને ટ્રાન્સફર કરી હતી, જેણે ઑક્ટોબર 2021માં એર ઈન્ડિયાને ખરીદવા માટે 18,000 કરોડ રૂપિયાની બિડ કરી હતી. 23 માળની ઇમારતમાં સરકારી કચેરીઓ માટે લગભગ 46,470 ચોરસ મીટર જગ્યા ઉપલબ્ધ થશે.

ઓફિસો એક જ છત નીચે હશે, દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે

મંત્રાલયમાં 2012માં લાગેલી આગ બાદ ચાર મુખ્ય વિભાગો-જાહેર આરોગ્ય, તબીબી શિક્ષણ, પાણી પુરવઠો અને સ્વચ્છતા અને ગ્રામીણ વિકાસ-દક્ષિણ મુંબઈમાં રાજ્ય સચિવાલયની ઈમારતમાં આવેલી જીટી હોસ્પિટલમાં કાર્યરત છે. આ વિભાગોને અન્ય વિભાગોની સાથે એર ઈન્ડિયા ભવનમાં શિફ્ટ કરી શકાય છે.

રાજ્ય સરકારની કચેરીઓ ભાડાની ઇમારતોમાંથી કાર્યરત હતી, જેનું વાર્ષિક ભાડું રૂપિયા 200 કરોડ છે. દર વર્ષે સરકારી તિજોરી પર વધતા બોજને ઘટાડવા માટે મહારાષ્ટ્ર સરકારે મંત્રાલય અને વિધાન ભવનની નજીક એર ઈન્ડિયાની ઇમારત ખરીદવાનો નિર્ણય કર્યો હતો.

સરકાર 2018થી આ ઈમારત ખરીદવાનો પ્રયાસ કરી રહી હતી

એર ઈન્ડિયાએ 2018માં પહેલીવાર આ ઈમારતને વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યોગ્ય ખરીદદાર મળી શક્યો ન હતો. તે દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ આ ઈમારતને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાત આગળ વધી શકી ન હતી.

આ પછી વર્ષ 2021 માં તત્કાલીન મહાવિકાસ આઘાડી સરકારે એર ઈન્ડિયા બિલ્ડિંગ ખરીદવાનો પ્રસ્તાવ શરૂ કર્યો હતો પરંતુ તે સમયે પણ વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ શક્યું નહી. શિંદેની સરકાર બન્યા બાદ ફરી એકવાર પ્રયાસો શરૂ થયા અને આજે રાજ્ય સરકાર તેની માલિક બની ગઈ છે.

એર ઈન્ડિયાએ તેને 1974માં લીઝ પર લીધી હતી.

એર ઈન્ડિયાની ઈમારત મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત ઈમારતોમાંની એક છે. વર્ષ 1974માં આ ઈમારત એર ઈન્ડિયાને 99 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી. એર ઈન્ડિયાની આ ઈમારતમાં કેન્દ્રીય નાણા મંત્રાલયની ઘણી ઓફિસો પણ છે. આ ઇમારત 1974માં રાજ્ય સરકારની માલિકીની જમીન પર બાંધવામાં આવી હતી, જે હવે તેનો ઉપયોગ તેની ઓફિસો માટે કરશે.

Next Article