Child Pornography મામલે મહારાષ્ટ્રના જલગાંવ, ધુલે, સલવડમાં CBIના દરોડા, અનેક લોકોની અટકાયત

|

Nov 17, 2021 | 11:05 PM

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જલગાંવ, ધુલે અને સલવડમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ અલગ-અલગ સ્થળોએ કરાયેલી કાર્યવાહીમાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

Child Pornography મામલે મહારાષ્ટ્રના જલગાંવ, ધુલે, સલવડમાં CBIના દરોડા, અનેક લોકોની અટકાયત
Symbolic image

Follow us on

CBIએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography) સામે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. CBIની આ કાર્યવાહી આજ (17 નવેમ્બર, બુધવાર)થી શરૂ રહેવાની છે. CBIએ દેશભરમાં 77 સ્થળો પર દરોડા પાડ્યા છે. ઓનલાઈન બાળ યૌન શોષણના મામલામાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 83 આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. 

 

દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી મહારાષ્ટ્રમાં (Maharashtra) પણ ઘણી જગ્યાએ કરવામાં આવી છે. આ દરોડામાં સીબીઆઈએ કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો (Electronic devices) જપ્ત કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

જે આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેના સંબંધો વિશ્વના 100 દેશોના લોકો સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી તપાસમાં આવા 50થી વધુ જૂથો શોધી કાઢવામાં આવ્યા છે, જે આ ક્રિયાઓમાં સામેલ છે.

 

સીબીઆઈ હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ સામે પુરાવા એકત્ર કરવાનું કામ કરી રહી છે. નક્કર પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે. આ મામલામાં ઘણા વિદેશી લોકોની સંડોવણીને કારણે સીબીઆઈ તેમની સામે કાર્યવાહી કરવા ઈન્ટરપોલની મદદ લઈ રહી છે. આ રીતે આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા સંબંધિત દેશના આવા લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

મહારાષ્ટ્રના જલગાંવ, ધુલે અને સલવડમાં દરોડા પાડવામાં આવ્યા હતા

આ કાર્યવાહી હેઠળ સીબીઆઈએ મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જલગાંવ, ધુલે અને સલવડમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ અલગ-અલગ સ્થળોએ કરાયેલી કાર્યવાહીમાં અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

 

તેવી જ રીતે ઉત્તર પ્રદેશના જાલૌન, મૌ, ચંદૌલી, વારાણસી, ગાઝીપુર, સિદ્ધાર્થનગર, મુરાદાબાદ, નોઈડા, ઝાંસી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગરમાં દરોડા પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પડોશી રાજ્ય ગુજરાતના જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

 

સાઈબર પોર્નોગ્રાફીના સૌથી વધુ કેસ યુપીમાં, મહારાષ્ટ્ર બીજા નંબર પર

2020ના NCRB ડેટા અનુસાર ઉત્તર પ્રદેશમાં બાળકો સામે સાયબર પોર્નોગ્રાફીના સૌથી વધુ કેસ છે. અહીં 161 કેસ નોંધાયા છે. આ મામલે મહારાષ્ટ્ર બીજા નંબરે છે. અહીં 123 કેસ નોંધાયા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ યુ. મૂર્તિએ ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ચેતવણી આપી હતી. તેમણે એક સેમિનારમાં કહ્યું હતું કે માત્ર નાના બાળકોની હેરફેર અને શોષણ જ નહીં, પરંતુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પણ ધ્યાન આપવાની જરૂર છે અને તેની સામે મોટી કાર્યવાહી કરવી જરૂરી છે.

 

 

આ પણ વાંચો :  ફ્લાઇટમાં મુસાફરની તબિયત લથડતાં આ કેન્દ્રીય મંત્રીએ આપી પ્રાથમિક સારવાર, PM મોદીએ કરી પ્રશંસા

 

Next Article