Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી,100 કરોડના વસૂલી કેસમાં અનિલ દેશમુખને CBIનું તેડુ

|

Apr 06, 2022 | 1:58 PM

Maharashtra: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) CBI દ્વારા આજે પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.100 કરોડના વસૂલી કેસમાં (100 crore case) અનિલ દેશમુખને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીની વધી મુશ્કેલી,100 કરોડના વસૂલી કેસમાં અનિલ દેશમુખને CBIનું તેડુ
CBI gets custody of Anil deshmukh (File Photo)

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) આજે CBI દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 100 કરોડના વસૂલી કેસમાં (100 Crore Case) પૂછપરછ માટે અનિલ દેશમુખને CBIએ કસ્ટડીમાં લીધા છે. CBI તેને થોડીવારમાં મુંબઈની આર્થર રોડ જેલમાંથી સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરશે. અગાઉ, સીબીઆઈએ અનિલ દેશમુખના પીએ કુંદન શિંદે અને પીએસ સંજીવ પલાંડેને પણ પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. CBIએ તળોજા જેલમાંથી બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેને (Sachin Vaze) પણ કસ્ટડીમાં લીધા છે. 100 કરોડના વસૂલી કેસમાં આ તમામની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

CBIએ અનિલ દેશમુખને તેમની સાથે કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ આ દરમિયાન આર્થર રોડ જેલમાં (Arthar Jail) દેશમુખની તબિયત બગડી હતી. આ પછી તેને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ખભા પર સર્જરી કરવામાં આવી હતી. જો કે ગઈ કાલે તેમને જેજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારે આજે CBIએ તેને આર્થર રોડ જેલમાંથી પોતાની કસ્ટડીમાં લીધા છે.

પરમબીર સિંહે 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh)  મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને (Cm Uddhav Thackeray) લખેલા પત્રમાં અનિલ દેશમુખ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ ગૃહ પ્રધાન તરીકે સચિન વાઝે સહિતના પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કર્યો હતો. તેઓએ તેમને મુંબઈના રેસ્ટોરન્ટ અને બારમાંથી 100 કરોડની વસૂલાત કરવા માટે કહ્યુ હતુ. આ આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અગાઉ અનિલ દેશમુખે વિસ્ફોટકથી ભરેલું વાહન એન્ટિલિયા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર રાખવાનો અને પછી તે વાહનના માલિક મનસુખ હિરેનનું મૃત્યુ થવાના કેસને હાથ ન ધરવા બદલ પરમબીર સિંહને પદ પરથી હટાવ્યા હતા. આ પછી પરમબીર સિંહે તેમના પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો. બાદમાં હાઈકોર્ટના આદેશ બાદ કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. ત્યાર પછી અનિલ દેશમુખને લગતા મની લોન્ડરિંગના કેસો ખુલ્યા અને કેન્દ્રીય તપાસ એજન્સી ED દાખલ થઈ. EDએ તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. હાલ તે આર્થર રોડ જેલમાં છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Maharashtra: સામાજિક કાર્યકર મેધા પાટકરની વધી મુશ્કેલીઓ, શંકાસ્પદ લેવડદેવડ મામલે EDએ કેસ દાખલ કર્યો

Published On - 1:58 pm, Wed, 6 April 22

Next Article