Mumbaiમાં ધોધમાર વરસાદ પડતા ભાંડુપ વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં પડી બે મહિલાઓ, જુઓ VIDEO

|

Jun 10, 2021 | 11:25 PM

Mumbai: ધોધમાર વરસાદ (Rain)માં રસ્તાપર ભરાયેલા પાણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહી બે મહિલાઓ ખુલ્લા મેનહોલમાં પડી.

Mumbai: મુંબઈમાં ધોધમાર વરસાદનો એક ચોંકાવાનારો વીડીયો સામે આવ્યો છે. ધોધમાર વરસાદ (Rain)માં રસ્તાપર ભરાયેલા પાણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહી બે મહિલાઓ ખુલ્લા મેનહોલમાં પડી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના મુંબઈ શહેરના ભંડુપ વિસ્તારમાં આવેલા વિલેજ રોડની છે. જ્યાં ખુલ્લા મેનહોલમાં બે મહિલાઓ પડી.

 

બુધવારે મુંબઈ શહરમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું અને દિવસભર ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે ભંડુપ વિલેજ રોડ વિસ્તારમાં રસ્તા પર ભરાયેલા પાણીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહેલા લોકોમાંથી બે લોકો તો બચી ગયા, પરંતુ અચાનક એક પછી એક બે મહિલાઓ આ ખુલ્લા મેનહોલમાં પડી.  ભંડુપમાં જ બે વર્ષ પહેલાં એક મહિલા ખુલ્લા મેનહોલમાં પડી હતી અને તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પણ તંત્ર તરફથી લોકોની સુરક્ષા માટે કોઈ પગલાં નથી લેવાયા અને તંત્રની લાપરવાહી આ વીડિયોમાં સાફ દેખાય છે.

 

 

મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલે મંગળવારે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે નાગરિકોની સુરક્ષા માટે તમામ સાવચેતી રાખવામાં આવે. ચહેલે વોર્ડ અધિકારીઓ સહિત અન્ય એજન્સીઓના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નાગરિક વડાએ નિર્દેશ આપ્યો હતો કે તમામ 24 વોર્ડમાં મેનહોલની તપાસ કરવામાં આવે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાઓને રોકવા માટે તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ભારે પાણી ભરાઈ છે.

 

આ મામલે ભાજપ સાંસદ મનોજ કોટકે આક્રોશ વ્યક્ત કરતા બીએમસીને જાગરુક થવા અપીલ કરી અને કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવાની જરુર છે. તેમણે બીએમસીને સવાલ કર્યો કે આખરે તેઓ કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે? હજી તો મોનસૂનની શરૂઆત થઈ છે, આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે બીએમસીએ તરત એક્શનમાં આવવું પડશે.

 

તમનેે જણાવી દઈએ કે હવામાન વિભાગ તરફથી મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તંત્ર તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જરૂર ના હોય તો ઘરેથી બહાર ના નિકળે. હાલ મંબઈમાં IMD તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આવનારા ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મંગળવાર મોડી રાતથી મુંબઈમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે, જે ગુરુવારે પણ યથાવત હતી. મહારાષ્ટ્રના થાણે, પાલઘર, રાયગઢ જેવા તમામ વિસ્તારોમાં NDRF ની અલગ-અલગ ટીમો તૈનાત કરી દેવાઈ છે.

આ પણ વાંચો: Magnet Man: કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યા બાદ શરીર બન્યું ચુંબક! સ્ટીલના વાસણો ચોંટવા લાગ્યા શરીરે

Next Video