મહારાષ્ટ્રઃ કિરીટ સોમૈયાના સ્વાગતમાં નિયમો ભુલાયા, BJP શહેર પ્રમુખ સહિત 300 લોકો સામે કેસ દાખલ

|

Feb 14, 2022 | 12:53 PM

પૂણે પોલીસે આ સ્વાગત કાર્યક્રમ કરવાની મનાઈ કરી હતી. તેમ છતાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં પહોંચ્યા અને શિવસેના અને મહા વિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

મહારાષ્ટ્રઃ કિરીટ સોમૈયાના સ્વાગતમાં નિયમો ભુલાયા, BJP શહેર પ્રમુખ સહિત 300 લોકો સામે કેસ દાખલ
BJP Leader Kirit Somaiya (File Photo)

Follow us on

Maharashtra : પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Pune Municipal Corporation) ભાજપના નેતા કિરીટ સોમૈયા (BJP Leader Kirit Somaiya) પર ગયા અઠવાડિયે શિવસૈનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.. ત્યારે  શનિવારે કિરીટ સોમૈયાનું બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તે જ જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પુણે ભાજપના શહેર પ્રમુખ જગદીશ મુલિકના(Jagdish Mulik)  નેતૃત્વમાં આ સ્વાગત સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેને લઇ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો મહાનગર પાલિકાના બિલ્ડીંગ સંકુલમાં એકઠા થયા હતા. બાદમાં ભાજપના નેતાઓએ શિવસેના (Shivsena)  વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

ભાજપના શહેર પ્રમુખ સહિત 300 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો

ઉલ્લખનીય છે કે, પોલીસે આ સ્વાગત કાર્યક્રમ કરવાની મનાઈ કરી હતી. તેમ છતાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં પહોંચ્યા અને શિવસેના અને મહા વિકાસ આઘાડી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.હાલ કોવિડ સમયગાળા દરમિયાન એક જગ્યાએ પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં ભાજપના શહેર પ્રમુખ જગદીશ મુલિક સહિત 300 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવવુ રહ્યુ કે, આ કેસ પુણેના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી

ગેરકાયદેસર રીતે ભીડ એકઠી કરવા અને નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો સામે આ કેસ નોંધવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓનું કહેવું છે કે, મહા વિકાસ અઘાડી સરકારની આ કાર્યવાહી બદલાની ભાવનાથી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ, NCP અને શિવસેનાના કાર્યકરો શહેરમાં અલગ-અલગ જગ્યાએ આંદોલન કરી રહ્યા છે. પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપના નેતા કિરીટ સોમૈયા પર તે જ નગરપાલિકાના પરિસરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના પર નાની કલમો લગાવીને ગુનેગારોને છોડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં ભાજપના કાર્યકરો સામે દુષિત ભાવનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભાજપના કાર્યકરોએ લગાવ્યા ગંભીર આક્ષેપ

ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે. આ જ કારણ છે કે તેમની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હટાવવા માટે વિપક્ષ પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પૂણે પોલીસ(Pune Police)  સરકારના દબાણ હેઠળ છે. અમે આ સરકારનો ખુલ્લેઆમ વિરોધ કરીએ છીએ અને કરતા રહીશું. ગમે તેટલા કેસ નોંધાય પણ ભાજપના કાર્યકરો ઝુકવાના નથી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને, દેવેન્દ્ર ફડણવીસના બંગ્લાની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓનું આંદોલન

Next Article