Breaking News: અમિતાભ બચ્ચનના બંગલા, ઍરપોર્ટ અને મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મુંબઈમાં હાઈ એલર્ટ, તપાસ શરૂ

મુંબઈમાં અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’, ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેયર ઓફિસ અને PNB બેંક સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ખળભળાટ મચી ગયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે, જોકે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

Breaking News: અમિતાભ બચ્ચનના બંગલા, ઍરપોર્ટ અને મેયર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: મુંબઈમાં હાઈ એલર્ટ, તપાસ શરૂ
Image Credit source: AI Generate
| Updated on: Nov 12, 2026 | 6:44 PM

માયાનગરી મુંબઈને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, મુંબઈમાં મેયર ઓફિસ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અભિનેતા અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ સહિત અનેક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ધમકી મળ્યા બાદ સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે અને સુરક્ષા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ધમકીભર્યા ઈમેલમાં મેયર ઓફિસ, અમિતાભ બચ્ચનના ઘર અને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત બેંક, કોર્ટ અને મહાલક્ષ્મી રેસકોર્સને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. આ ઈમેલમાં મુંબઈ મહાનગરપાલિકા (BMC) નો પણ ઉલ્લેખ હોવાથી પાલિકાની સુરક્ષા વ્યવસ્થાને સતર્ક કરી દેવાઈ છે. જોકે, સઘન તપાસ બાદ ક્યાંયથી કંઈપણ શંકાસ્પદ મળી આવ્યું નથી.

છેલ્લા કેટલાક સમયથી મળી રહ્યા છે ધમકીભર્યા ઈમેલ

ફિલ્મ અભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ બાદ મુંબઈને સતત ધમકીઓ મળી રહી છે. આ નવી ધમકી બાદ શહેરમાં ભયનો માહોલ છે. છેલ્લા કેટલાક દિવસોથી મેયર ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અપાઈ રહી છે અને આવા ઈમેલ સતત મોકલવામાં આવી રહ્યા છે. મુંબઈમાં ધમકીભર્યો આ ત્રીજો ઈમેલ છે. આજે ત્રીજી વખત આવો મેલ આવતાં શહેરમાં એલર્ટ જાહેર કરાયું છે અને સુરક્ષા તંત્ર સાબદું બન્યું છે. આ ઈમેલ આજે સવારે 10:12 વાગ્યે મળ્યો હતો.

ધમકી મળ્યા બાદ મેયર ઓફિસની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે કડક કરી દેવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ઓફિસનું તાત્કાલિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ ઓફિસમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ ઈમેલમાં સંદેશ લખવામાં આવ્યો છે કે, “ખાલિસ્તાન બોલેગા, મુંબઈ જિંદાબાદ”.

મેલના સોર્સની તપાસમાં જોતરાઈ એજન્સી

હાલ સુરક્ષા તંત્ર મુંબઈ નગર નિગમ ઓફિસની તપાસ અને નિરીક્ષણ માટે સતર્ક છે અને વિશેષ ટીમો તેના પર ચાંપતી નજર રાખી રહી છે. હાલમાં એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ ધમકીભર્યો પત્ર ક્યાંથી મોકલાયો છે. આરોપી સુધી પહોંચવું એ મુંબઈ પોલીસ અને તપાસ એજન્સીઓ માટે મોટો પડકાર છે.

ઈમેલમાં પંજાબ નેશનલ બેંક (PNB) ની એક શાખા અને મહાલક્ષ્મી સ્ટેડિયમનો પણ ઉલ્લેખ કરીને તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. સમાચાર એજન્સી PTI ના રિપોર્ટ અનુસાર, આ ઈમેલ સવારે 10:52 વાગ્યે reduak079@gmail.com નામના એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હતો. આ મેલ PNB ની મુંબઈ ઝોનલ ઓફિસ, કફ પરેડ સ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને દક્ષિણ મુંબઈમાં બેંકની ઝવેરી બજાર શાખાને મોકલાયો હતો.

ઈમેલના સબ્જેક્ટમાં મુંબઈ સ્થિત PNB ની એક બ્રાન્ચમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાની વાત લખવામાં આવી હતી. આ ઉપરાંત મેલમાં 27 નવેમ્બર અને 31 ડિસેમ્બરની તારીખોનો પણ ઉલ્લેખ કરીને વધુ બોમ્બ હુમલાની ધમકીઓ આપવામાં આવી છે.

ગૌતમ અદાણીએ નક્કી કર્યો સક્સેશન પ્લાન: પરિવારના આ 4 સભ્યો સંભાળશે વિશાળ બિઝનેસ સામ્રાજ્ય

Follow Us
Loading...
Unable to load recommendations.