મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ છે. એક ખાનગી વિમાન રનવે પર લપસી ગયું હતું. લેન્ડિંગ દરમિયાન આ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના થઈ છે. વરસાદને કારણે ઉતરાણ સમયે વિઝિબિલિટી 700 મીટર હતી. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. 2 મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઈટ વિશાખાપટ્ટનમથી મુંબઈ આવી રહી હતી. આ અકસ્માત રનવે 27 પર થયો હતો.
#WATCH | VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport. There were 6 passengers and 2 crew members on board. Visibility was 700m with heavy rain. No… pic.twitter.com/KxwNZrcmO5
— ANI (@ANI) September 14, 2023
એરપોર્ટ હાલમાં કામગીરી માટે બંધ છે અને નિરીક્ષણ હેઠળ છે. VSR Ventures Learjet 45 એરક્રાફ્ટ VT-DBL ફ્લાઇટ વિઝાગ (વિશાખાપટ્ટનમ) થી મુંબઈ જઈ રહી હતી અને લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ હતી. આ અકસ્માત સાંજે 5.02 કલાકે થયો હતો. આ વિમાન ભોપાલ સ્થિત કંપની દિલીપ બ્લિડકોનનું છે.
VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL મુંબઈ એરપોર્ટ પર રનવે 27 પર ઉતરતી વખતે રનવે પરથી સરકી ગયું હતું, એમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું હતું. ડીજીસીએના જણાવ્યા અનુસાર ભારે વરસાદ બાદ ખરાબ વિઝિબિલિટીના કારણે પ્લેન રનવે પરથી સરકી ગયું હતું.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:24 pm, Thu, 14 September 23