
NCP ના વરિષ્ઠ નેતાઓએ, મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવારને, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. NCP નેતા પ્રફુલ્લ પટેલ, મંત્રી છગન ભુજબળ અને સુનીલ તટકરે થોડા સમય પહેલા વર્ષા બંગલો ખાતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હોવાનું જાણવા મળ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ આ બેઠક દરમિયાન મૂકવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અજિત પવારના તમામ વિભાગો NCPના ખાતાના મંત્રીઓને ટ્રાન્સફર કરવામાં આવે. મુખ્યમંત્રીદેવેન્દ્ર ફડણવીસને અજિત પવારના વિભાગો અંગે વહેલી તકે નિર્ણય લેવા પણ કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રફુલ પટેલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની માંગ પક્ષની અંદર વધી રહી છે. પ્રફુલ પટેલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાથી દિલ્હી સાથે પક્ષના સંબંધો જળવાયેલા રહેશે. કારણ કે, પ્રફુલ્લ પટેલ, દિલ્હી અને એનડીએમાં, એનસીપીની રજૂઆતો કરતા આવ્યા છે. ઘણા વરિષ્ઠ નેતાઓ માને છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં અનુભવી નેતૃત્વની જરૂર છે અને પ્રફુલ પટેલ આ ભૂમિકા માટે યોગ્ય વ્યક્તિ છે.
આ દરમિયાન, NCP નેતા અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતી કહ્યું કે, “દુઃખદ છે કે મહારાષ્ટ્રે અજિત પવાર જેવા એક ખૂબ જ સક્ષમ નેતા ગુમાવ્યા છે. દાદાના અંતિમ સંસ્કાર ગઈકાલે થયા હતા.આજે મંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ઘણા અહેવાલો છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના તાજેતરમાં બની છે. શરદ પવાર, સુનેત્રા પવાર, પાર્થ અને જય પવાર. પવાર પરિવાર એક કે બે દિવસમાં આ અંગે ચર્ચા કરવા માટે સાથે બેસીને આખરી નિર્ણય કરશે. ત્યારબાદ જ આપણને ખબર પડશે કે આગળ શું કરવું.”
તેમણે કહ્યું, “મને ખબર નથી કે NCP નેતાઓ કયા મુદ્દા પર મુખ્યમંત્રીને મળવા ગયા હતા. અમે ગઈકાલે પવાર પરિવારને મળવા ગયા હતા. તેમણે પૂછ્યું, ‘શું મૃત્યુ પછી કરાતી ધાર્મિક વિધીના દિવસે આવી બેઠકો યોજાશે ?’ આ સમયે મંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોણ હશે તેની કલ્પના કરવી અમારા માટે મુશ્કેલ છે?”
તેમણે કહ્યું, “અજિત પવાર બંને પક્ષોને એકસાથે લાવવા માંગતા હતા. અમે બધા નેતાઓ અને જયંત પાટીલ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી તરત જ નિર્ણય લેશે, પરંતુ તેમણે તેમના બધા નેતાઓને કહ્યું હતું ,કે જિલ્લા પરિષદની ચૂંટણીઓ ચોક્કસપણે યોજાશે. આ તેમની હૃદયપૂર્વકની ઇચ્છા હતી. આ તેમની છેલ્લી ઇચ્છા હતી, અને આ દિશામાં પગલાં લેવા જોઈએ.
અનિલ દેશમુખે કહ્યું, “અજિત પવારે આ પગલાં એટલા માટે લીધા કારણ કે તે તેમના માટે ફાયદાકારક હતા.” એવું લાગે છે કે આ તેમની ઇચ્છા હતી, અને તે હોવી જોઈએ. તેમના જૂથમાં આવી ચર્ચાઓ ચાલી રહી હોવાના કોઈ પુરાવા નથી. મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી એક થવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ જિલ્લા પરિષદની ચૂંટણીઓએ આ થવા દીધું નહીં. અજિત પવારની અંતિમ ઇચ્છા બે NCP ને એક કરવાની હતી, અને આ દિશામાં પગલાં લેવા જોઈએ.