Breaking News : રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 4ના મોત, 100 લોકો ફસાયા, જુઓ Video

|

Jul 20, 2023 | 10:15 AM

Maharashtra Raigad Landslide News : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. કાટમાળમાં 100 લોકો ફસાયા હોવાના સમાચાર છે. 4 લોકોના મોત થયા છે. 22 લોકોને બચાવી લેવાયા છે. NDRFની બે ટીમો સ્થળ પર તૈનાત છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘટનાસ્થળની મુલાકાત લેશે.

Breaking News : રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 4ના મોત, 100 લોકો ફસાયા, જુઓ Video
Maharashtra Raigad Landslide News

Follow us on

Raigad : ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે. આજે ગુરુવારની સવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની (Landslide) ઘટના સામે આવી છે. કાટમાળમાં 100 લોકો ફસાયા હોવાના અને 4 લોકોના મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. જેમાંથી 75 લોકોને બચાવી લેવાયા છે. NDRFની 4 ટીમો, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓએ આ સ્થનની મુલાકાત લીધી હતી.

રાયગઢના ખાલાપુર તાલુકામાં ઈરશાલગઢ વાડી નામના ગામમાં આ ભૂસ્ખલનની ઘટના બની છે. ઈરશાલગઢ પર્વતનો કેટલોક ભાગ ભારે વરસાદને કારણે નીચે પડયો હતો. 19 જુલાઈની મોડી રાત્રે 11.30 થી 12 કલાકની વચ્ચે આ ઘટના બની હતી. આ સ્થળે 50થી 60 ઘરો હતા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરવામાં આવી હતી.

Skin Care : ચહેરા પર વારંવાર થાય છે પિમ્પલ્સ ? આ રીતે લો કાળજી
Iran University Girl Video : યુનિવર્સિટીમાં આંતરિક વસ્ત્રો પહેરીને વિવાદમાં આવેલી યુવતી સાથે શું થયું ?
ભારત કરતાં પાકિસ્તાનમાં 1GB ડેટા સસ્તો કે મોંઘો ?
Video : હાથની આ આંગળીને માલિશ કરવાથી ગોઠણનો દુખાવો થઈ જશે ગાયબ
તબ્બુ કરોડોની માલકિન છે, એક ફિલ્મ માટે મોટો ચાર્જ લે છે
આજે Royal Enfield કરશે મોટો ધમાકો, લોન્ચ થશે બ્રાન્ડની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક

રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન

 

19 જુલાઈના દિવસે રાયગઢમાં પડયો ભારે વરસાદ

હવામાન વિભાગે રાયગઢ જિલ્લામાં 19 જુલાઈના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. IMD એ 19મી જુલાઈ માટે પાલઘર રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતુ. થાણે મુંબઈ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતુ. ભારે વરસાદને કારણે જ રાયગઢમાં આ દુર્ઘટના બની હતી.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનું રસાયણી પોલીસ સ્ટેશન બુધવારે સવારે સતત વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે કામમાં અડચણ આવી રહી હતી. રૂમ સહિત સમગ્ર પોલીસ સ્ટેશન પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા અને પોલીસકર્મીઓને એક ફૂટથી વધુ પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.


મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:26 am, Thu, 20 July 23

Next Article