Breaking News Maharashtra Bus Fire: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

Maharashtra Bus Fire: જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં આગ લાગવાથી 20થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી.

Breaking News Maharashtra Bus Fire: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, બસમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત
Mumbai bus fire
| Updated on: Jul 01, 2023 | 8:46 AM

Buldhana News: મહારાષ્ટ્રના (Maharashtra) બુલઢાણામાં (Buldhana) શુક્રવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. નાગપુરથી પૂણે જઈ રહેલી બસને બુલઢાના સિંદખેડમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ બસમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં આગ લાગવાથી 20થી વધુ લોકોના મોત થયા છે. બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. 6થી 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસ વિદર્ભ ટ્રાવેલ્સની હતી. જો કે પોલીસ-પ્રશાસન દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરીમાં લાગેલી છે.

(Credit- ANI) 

સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બની ઘટના

આ વિદર્ભ ટ્રાવેલ્સની ખાનગી બસ હતી, જે નાગપુરથી પૂણે જઈ રહી હતી. સિંદખેડમાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પરથી પસાર થતી વખતે બસ લપસી ગઈ અને પછી પલટી ગઈ. બસમાં ભીષણ આગ લાગી હતી. અકસ્માત સમયે બસમાં સવાર તમામ મુસાફરો સૂઈ ગયા હતા.

આ પણ વાંચો: કેબિનેટમાં ફેરબદલઃ સીએમ શિંદેની સેનાના કેન્દ્રમાં 2 મંત્રી હોઈ શકે છે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ

ફાયર વિભાગના જવાનોએ 8 લોકોને બચાવી લીધા

મુસાફરોની બૂમો સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. લોકોએ આ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રાઈવર, કંડક્ટર સહિત આઠ મુસાફરોને સલામત રીતે બચાવી લીધા હતા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:36 am, Sat, 1 July 23