Breaking News : ઈંડા-ચિકન ખાનારા સાવધાન, ગુજરાતને અડીને આવેલ આ જિલ્લામાં બર્ડ ફ્લૂનું સંકટ, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

પશુપાલન વિભાગે એક અપીલ જાહેર કરીને લોકોને બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને ઈંડા અને ચિકનના વપરાશ અંગે સરકારી માર્ગદર્શિકાનું કડક પાલન કરવા વિનંતી કરી છે. બર્ડ ફ્લૂના ભય વચ્ચે, અન્ય જિલ્લાઓને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Breaking News : ઈંડા-ચિકન ખાનારા સાવધાન, ગુજરાતને અડીને આવેલ આ જિલ્લામાં બર્ડ ફ્લૂનું સંકટ, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
| Edited By: | Updated on: May 01, 2026 | 7:08 PM

દેશભરમાં બર્ડ ફ્લૂના (Bird flu) સંક્રમણના વધતા જતા કેસ ધ્યાને આવતા સરકાર સચેત થઈ ગઈ છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં (Maharashtra) બર્ડ ફ્લૂ રોગચાળાના મોટા પ્રમાણમાં કેસ જોવા મળ્યા છે. ગુજરાતને જ્યાં મોટો વ્યવહાર છે તે નંદુરબાર જિલ્લાના નવાપુરમાં ( Navapur taluka) એક મરઘી ફાર્મમાં બર્ડ ફ્લૂના ચેપની પુષ્ટિ થઈ છે. જેના કારણે આશરે 1.40 લાખ મરઘીઓને મારી નાખવાના આદેશો કરવામાં આવ્યા છે. વધુમાં, બર્ડ ફ્લુથી અસરગ્રસ્ત વિસ્તારના એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મરધા ફાર્મની મરઘીઓને પણ મારી નાખવાનું આયોજન છે. સંક્રમીત મરઘીઓનો નાશ કરવાનું કામ આજથી જ કરાયું છે.

ગુજરાતને સાવ અડીને આવેલા નંદુરબારના નવાપુર તાલુકાના ત્રણ મરઘાં ફાર્મના નમૂનાઓ ઇન્દોર સ્થિત સરકારી પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. સરકારી પ્રયોગશાળામાં હાથ ધરાયેલ પરીક્ષણના પરિણામો સકારાત્મક આવ્યા છે. આને કારણે પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા સરકારે એકશન લેવાનું શરૂ કર્યું છે. જેવા મરધીઓ બર્ડ ફ્લુ સંક્રમિત હોવાનું જાહેર થતા જ, એક તાલુકા-સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, અને હવે નવાપુર વિસ્તારના દરેક મરઘાં ફાર્મમાંથી નમૂના લેવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગત 12 અને 13 એપ્રિલના રોજ, નવાપુરના સ્થાનિક મરઘાં ફાર્મની મરધીઓ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામી ત્યારે આ બાબત સૌપ્રથમ પ્રકાશમાં આવી હતી.

1 કિમીના ત્રિજ્યામાં મરઘાં

વધુમાં, બર્ડ ફ્લૂ (Avian influenza) ચેપ લાગ્યો હોય તેવા મરઘાં ફાર્મની એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મરઘાંઓનો નાશ કરવામાં આવશે. આ એક કિલોમીટરના ક્ષેત્રમાં છ મરઘાં ફાર્મનો સમાવેશ થાય છે. જેમાં કુલ 140,000 મરઘાં છે, જે બધાનો નાશ કરવામાં આવશે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે, ચેપગ્રસ્ત મરઘાંનો નાશ આજે શુક્રવારથી જ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે.

ગુજરાત રાજ્યની સરહદે આવેલા નવાપુર પ્રદેશમાં આવેલા વિવિધ પોલ્ટ્રી ફાર્મમાં આશરે 10 લાખ મરઘાંઓ રહે છે, અને આ વિસ્તારમાં બર્ડ ફ્લૂ ચેપનો મોટા પાયે ફેલાવાનો ભય છે. નંદુરબારના કલેક્ટર મિતાલી સેઠીએ જણાવ્યું હતું કે, મરઘાંઓમાં બર્ડ ફ્લૂના ચેપને ફેલાતો અટકાવવા માટે, 3 કિલોમીટરના વિસ્તારનો કન્ટેઈનમેન્ટ ઝોન અને 5 કિલોમીટરના વિસ્તારનો બફર ઝોન સ્થાપિત કરવામાં આવશે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, બેદરકારી દાખવવાના આરોપમાં મરઘાં ફાર્મ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બર્ડ ફ્લૂ અંગે વહીવટીતંત્ર જાહેર કરી ચેતવણી

વહીવટીતંત્રે જાહેરાત કરી છે કે, બર્ડ ફ્લૂ ચેપને કારણે પક્ષીઓના મારણને કારણે નુકસાન સહન કરનારા મરઘાં ફાર્મની વિગતો સરકારને મોકલવામાં આવશે, અને સરકારના વર્તમાન નિયમો અનુસાર તેમને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ પહેલા પણ, 2006 અને 2021 માં નવાપુરમાં આવેલા વિવિધ પોલ્ટ્રીફાર્મના મરધાઓમાં બર્ડ ફ્લૂના ચેપના કેસ નોંધાયા હતા. તે સમયે પણ, લાખો પક્ષીઓનો મારવામાં આવ્યા હતા, અને લાખો ઇંડાનો નાશ કરવો પડ્યો હતો.

પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂના ચેપને ધ્યાનમાં રાખીને, લોકોને ઇંડા અને ચિકનના વપરાશ અંગે સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરતી અપીલ જાહેર કરી છે. બર્ડ ફ્લૂના ભયને ધ્યાનમાં રાખીને, પડોશી જિલ્લાઓને પણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

અનિલ અંબાણી પર EDનો કાળઝાળ પંજો: સાણંદની કરોડોની જમીન અને ખંડાલાનું વૈભવી ફાર્મહાઉસ જપ્ત

Follow Us