
Cyclone Biporjoy : મુંબઈથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહૂ બીચ (Juhu beach) પર 6 લોકો નાહવા ગયા હતા. ઊંચી લહેરોને કારણે આ 6 લોકો દરિયામાં ડૂબ્યા હતા. હાલમાં 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.જ્યારે 4 લોકોની શોધખોળ થઈ રહી છે.બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર રેસ્કયૂ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે.
બિપોરજોય વાવાઝોડાના કારણે હિન્દ મહાસાગરમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે ઊંચી લહેરો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા બિપોરજોય વાવાઝોડાને કારણે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશની અવગણા કરીને ઘણા લોકો આફતમાં આનંદ માણવા જતા હોય છે પણ તેનું પરિણામ અનિચ્છનીય આવતું હોય છે.
આ પણ વાંચો : MUMBAI : શરદ પવારને મારી નાખવાની ધમકી આપવા બદલ આઈટી એન્જિનિયરની ધરપકડ
Maharashtra | Today 6 people drowned in the sea at Juhu Beach. Out of 6 people, 2 were rescued by public members and 4 people are still missing. Search operation is in progress: Brihanmumbai Municipal Corporation
— ANI (@ANI) June 12, 2023
આ ઘટના સાંજે 5.28 કલાકે બની હતી. 2 લોકોને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મુંબઈ ફાયર બ્રિગેટ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હજુ 4 લોકોને શોધખોળ ચાલી રહી છે.
Cyclone Biparjoy effect on Juhu Beach.Beach is closed off with lifeguards and patrolling going on#Biparjoy #BiparjoyCyclone #BiparjoyUpdate #juhu #juhubeach #MumbaiRains #Mumbai #MumbaiMeriJaan #CycloneBiparjoy #CycloneAlert #Cyclone #CycloneBiparjoyUpdate pic.twitter.com/Klw55qcSMA
— Jayprrakash Singh (@jayprakashindia) June 12, 2023
#Mumbai #JuhuBeach #CycloneBiparjoy pic.twitter.com/GxsHj2inWE
— Khushi Gangadia (@GangadiaKhushi) June 11, 2023
આ પણ વાંચો : Cyclone Biparjoy: ચક્રવાતના કારણે મુંબઈ એરપોર્ટ પર વિમાનસેવાને અસર પહોંચી, અનેક ફલાઇટ એરપોર્ટ પર જ અટવાઇ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચ્છ, જામનગર, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ 13-15 જૂન દરમિયાન ભારે વરસાદ અને ખૂબ જ તીવ્ર પવનની ઝડપ સાથે ચક્રવાતી તોફાનથી પ્રભાવિત થવાની સંભાવના છે, જે 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાત બિપરજોય ગુરુવારે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 6:53 pm, Mon, 12 June 23