સોસાયટીમાં પાર્કિંગની જગ્યા નથી તો એકથી વધુ કારની મંજૂરી નહી: બોમ્બે હાઈકોર્ટ

|

Aug 13, 2021 | 5:57 PM

હાઈકોર્ટે કહ્યું, 'નવી કારની ખરીદી ઓછી થાય તેમ કરવાની જરૂર છે. એક પરિવારને ચાર કે પાંચ વાહનો રાખવાની પરવાનગી આપવી એટલા માટે ખોટું છે કારણ કે તેઓ વાહન ખરીદવા માટે સક્ષમ છે. તમારે જોવું પડશે કે એમની પાસે પાર્કિંગની જગ્યા છે કે નહીં.

સોસાયટીમાં પાર્કિંગની જગ્યા નથી તો એકથી વધુ કારની મંજૂરી નહી: બોમ્બે હાઈકોર્ટ
Bombay High Court ( file photo )

Follow us on

મહારાષ્ટ્રમાં વાહનોના પાર્કિંગ માટે ફાળવેલી જગ્યાના સંદર્ભમાં એક સમાન નીતિના અભાવ ઉપર પર દુઃખ વ્યક્ત કરતા, બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) અવલોકન કર્યું છે કે, જેમની પાસે પાર્કિગની પુરતી જગ્યા ના હોય તેવા નાગરિકોને સત્તાવાળાઓએ એકથી વધુ ખાનગી વાહન (Private Vehicles) ધરાવવાની મંજૂરી આપવી જોઈએ નહી.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે ગુરુવારે કહ્યુ કે, અધિકારીઓએ એવા પરિવારને ચારથી પાંચ વાહનો રાખવાની પરવાનગી આપવી જોઈએ નહી કે જેઓ પાસે માત્ર એક જ ફ્લેટ હોય અને તેમને ત્યાં વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ના હોય. નવી મુંબઈના રહેવાસીએ કરેલી જાહેર હિતની અરજી ( PIL ) સંદર્ભે બોમ્બે હાઈકોર્ટની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. અરજીકર્તાએ મહારાષ્ટ્ર સરકારે ડેવલપરને ( Developer ) કાર પાર્કિગની માટેની જગ્યા ઘટાડવા માટે મંજૂરી આપતા જાહેરનામાને પડકાર્યુ હતુ.

લોકોને સોસાયટીની બહાર કાર પાર્ક કરવાની ફરજ પડે છે
અરજીકર્તાએ જાહેર હિતની અરજીમાં દાદ માગતા જણાવ્યુ હતું કે, ડેવલપર ( Developer ) ગગનચુંબી ઈમારતોમાં પાર્કિગ માટે પૂરતી જગ્યા ફાળવતા નથી. જેના કારણે લોકોને તેમના નિવાસસ્થાનની બહાર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે. હાઈકોર્ટે કહ્યુ કે નવી કારની ખરીદી ઓછી થાય તેવા પ્રયાસ કરવાની જરૂર છે. એક પરિવારને ચાર કે પાંચ વાહનો રાખવાની મંજૂરી એટલા માટે ના દેવાય કે તેઓ વાહન ખરીદવા માટે સક્ષમ છે. એ પણ જોવુ પડશે કે તેમની પાસે વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા છે કે નહી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હાઈકોર્ટે કહ્યુ કે તમામ રસ્તા પર વાહનોનુ પુર હોય તેવુ લાગે છે. અને રસ્તાનો 30 ટકા ભાગ તો માર્ગની બન્ને તરફ પાર્ક કરાતા વાહનોને કારણે ઓછો થઈ જાય છે. અને આ સામાન્ય થઈ ગયુ છે. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને બે સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કોર્ટના હુકમના તિરસ્કાર બદલ સરકારી અધિકારીને 50,000 રૂપિયાનો દંડ

આ પણ વાંચોઃ Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

Next Article