Maharashtra : મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની (Anandrao Adsul) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે(Bombay Highcourt) પૂર્વ સાંસદની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બોમ્બે હાઈકોર્ટે ગયા મહિને પણ શિવસેનાના નેતા અને પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલની અરજી ફગાવી દીધી હતી.
મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ સાંસદની વધી મુશ્કેલી
જેમાં તેણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) દ્વારા તેની સામે નોંધાયેલા કેસને પડકાર્યો હતો. આ મામલો મહાનગરની એક સહકારી બેંકમાં 980 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.અડસુલની અરજીને ફગાવી દેતા જસ્ટિસ નીતિન જમાદાર અને જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે કહ્યું કે, જો તમને ધરપકડનો ડર હોય તો તે સ્પેશિયલ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અડસુલે ગયા મહિને હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોકલવામાં આવેલા સમન્સ અને કેસને પડકાર્યો હતો.
રાજકીય વિરોધીઓના ઈશારે કાર્યવાહી થઈ રહી છે
અડસુલના વકીલ અભિનવ ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું કે, ED દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહી રાજકીય વિરોધીઓના ઈશારે કરવામાં આવી રહી છે, જેમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષ (ભાજપ) પણ સહયોગમાં છે. ઉપરાંત ચંદ્રચુડે કોર્ટને જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી અમરાવતીના લોકસભા સભ્ય નવનીત રાણાના પતિ રવિરાણાની ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી છે.ત્યારે આ મામલે અડસુલે ભાજપને જવાબદાર ઠેરવી રહી છે.
આ કૌભાંડ અંતર્ગત પૂર્વ સાંસદ પર સકંજો કસાયો
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, મેટ્રોપોલિટન પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા આ કેસમાં નોંધાયેલી FIRમાં અડસુલ મુખ્ય ફરિયાદી છે. મની લોન્ડરિંગ કેસ બેંકમાં લોન વિતરણ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં કુલ 980 કરોડની ઉચાપત કર્યાનો પૂર્વ સાંસદ પર આરોપ છે.બોમ્બે હાઈકોર્ટ અરજી રદ કરી દેતા હાલ સાંસદની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Maharashtra: મુંબઈમાં એક માતાએ માનવતા લજવી, 3 મહિનાની બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખી, આરોપીની ધરપકડ
આ પણ વાંચો : નામી રેસ્ટોરન્ટમાંથી મંગાવવા ગયા મફતનું જમવાનું, લાગી ગયો 89 હજારનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો