દર વર્ષે ગણેશ ઉત્સવ લોકો ઉત્સાહથી ઉજવતા હોય છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું તો ખુબ વધારે મહત્વ રહેલુ છે. ભક્તો પોતાની અનુકુળતા મુજબ બાપ્પાની પોતાના ઘરે પધરામણી કરતા હોય છે. એક દીવસ, ત્રણ દીવસ, પાંચ દીવસ, સાત દીવસ તેમજ વધારેમા વધારે દસ સુધી બાપ્પા પોતાના ભક્તોના ઘરે રહીને મહેમાન ગતી માણે છે અને નિયત દીવસે વિસર્જન કરવામાં આવતુ હોય છે. ભક્તો ભારે હ્રદયે બાપ્પાનુ વિસર્જન કરતા હોય છે.
આ વર્ષે ગણપતિ વિસર્જનને લઈને બીએમસીએ એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલથી બીએમસીની ચારેકોર પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમજ આ પહેલમાં લોકોનો પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગણેશ વિસર્જનને લઈને મેકશિફ્ટ મુવિંગ ટ્રકની કરાઈ રચના, જાણીએ શું છે આ ?
આ વખતે મુંબઈકરોને શેરીઓમાં એક નવી વસ્તુ જોવા મળી છે. રસ્તાઓ પર મેકશિફ્ટ મુવિંગ ટ્રકો જોવા મળી રહી છે. એટલે કે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. ટ્રકની અંદર એક નાનું તળાવ બનાવવામાં આવ્યું છે. જેથી લોકો આમાં ગણપિતનું વિસર્જન કરી શકે. તેમજ આ ટ્રકો ઘણા વિસ્તારમા મુકવવામા આવશે.
એક પ્રતીષ્ઠીત મીડીયા સાથેની વાતચીત દરમિયાન બીએમસીના કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલમાં લોકોનો પણ સહકાર મળી રહ્યો છે. લોકો પણ હકારાત્મક પ્રતીભાવ આપી રહ્યા છે. લોકો પોતાના ઘરે કે સોસાયટીમાં સ્થાપીત કરેલી મુર્તિને આ ટ્રકમા તૈયાર કરાયેલા કૃત્રીમ તળાવમાં વીસર્જન પણ કરી રહ્યા છે.
કેવી રીતે લોકોને મળશે આ ટ્રક વિશે જાણકારી
બીએમસીના અધિકારીઓએ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકો સુધી આ ટ્રકની માહીતી પહોચાડવામાં આવશે. આ સાથે જ પાર્ટીના કાર્યકરો પણ લોકોને આ રીતે વિસર્જન કરવા માટે જાગૃત કરશે તેમજ ટ્રકની માહીતી પણ પહોચાડશે. જે – તે સોસાયટી અને વિસ્તારમાં આ ટ્રક ઉભી રહેશે અને લોકોએ તેમાં મુર્તિ વિસર્જીત કરવાની રહેશે. સાથે અધિકારીઓએ એમ પણ કહ્યુ કે, વિસર્જન કરવા આવતા લોકો કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ રીતે પાલન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમા કોવિડના કેસો પણ વધવા લાગ્યા છે. તેમજ નાગપુરમાં તો ત્રીજી લહેર પહોચી ચુકી છે એવું નેતાઓ કહી રહ્યા છે. નાગપુરમાં જે રીતે કેસો વધી રહ્યા છે. તે જોતા લોકડાઉન અને કોરોના પ્રતિબંધો ફરીથી લાગુ કરી દેવામાં આવે તેવી પુરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ લહેરને પુરા રાજ્યમાં ફેલાતી અટકાવી શકાય. મુંબઈમાં પણ તહેવારોમાં આગમચેતીના ભાગ રૂપે કડક નિયમો લાદવામાં આવ્યા છે.
બીએમસીની આ નવી પહેલમાં કોરોનાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે સાથે – સાથે પર્યાવરણનો પણ વિચાર કરવામાં આવ્યો છે. આ પહેલથી લોકોનો સમય પણ બચશે. કોરોનાથી બચી પણ શકાશે અને વિસર્જન બાદ ઘણી વાર મુર્તિઓ ખંડીત થઈ જતી હોય છે જેથી ભક્તોની આસ્થાને ઠેસ પહોચતી હોય છે. પરંતુ આના કારણે મુર્તિઓની દુર્દશા થતી અટકશે.