Bollywood Actress Gohar Khan વિરુદ્ધ BMCએ FIR દાખલ કરી, કોરોના પોઝિટિવ હોવા છતાંય ગાઈડલાઈનનું પાલન નહોતું કર્યું

| Updated on: Mar 15, 2021 | 7:28 PM

Bollywood Actress Gohar Khan વિરુદ્ધ BMCએ FIR કરી છે. BMCએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તમામ માટે કોવિડ 19ના નિયમો સમાન છે. જોકે, BMCએ પોતાની પોસ્ટમાં એક્ટ્રેસનું નામ લખ્યું નહોતું

Bollywood Actress Gohar Khan વિરુદ્ધ BMCએ FIR કરી છે. BMCએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તમામ માટે કોવિડ 19ના નિયમો સમાન છે. જોકે, BMCએ પોતાની પોસ્ટમાં એક્ટ્રેસનું નામ લખ્યું નહોતું. જોકે, માનવામાં આવે છે કે આ એક્ટ્રેસ ગૌહર ખાન છે. FIR પ્રમાણે, ગૌહર ખાન કોરોના પોઝિટિવ હોવા છતાંય ગાઈડલાઈનનું પાલન કર્યું નહોતું.

સૂત્રોના મતે, કોરોના પોઝિટિવ હોવા છતાંય ગૌહર મુંબઈથી દિલ્હી ગઈ અને પછી મુંબઈ પરત ફરી. ગાઈડલાઈન પ્રમાણે, મુંબઈથી દિલ્હી સફર કરવા માટે પ્રવાસીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તે જરૂરી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ગૌહરે પોતાની સાથે બે રિપોર્ટ રાખ્યા હતા. એક રિપોર્ટમાં તે નેગેટિવ હતી. માનવામાં આવે છે કે આ ફૅક રિપોર્ટ હતો. ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ મુંબઈનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં 12 માર્ચના રોજ દિલ્હી ગઈ હતી. અહીંયા તેણે કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ હોવાનું બતાવ્યું હતું. BMCના કોઈ અધિકારીને આ અંગેની માહિતી મળી હતી. તેણે તરત જ ગૌહર ખાન વિરુદ્ધ કેસ કરવાનો નિર્ણય લીધો હતો. BMCનો આક્ષેપ છે કે જ્યારે તેમના કર્મચારીઓ તેના ઘરે ગયા ત્યારે દરવાજો બંધ હતો. પછી ખ્યાલ આવ્યો કે એક્ટ્રેસ શૂટિંગ માટે બહાર ગઇ છે. ટીમે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં જઈને એક્ટ્રેસ વિરુદ્ધ 88, 269, 270 અને NDMA એક્ટ 51B હેઠળ કેસ કર્યો છે.

 

g clip-path="url(#clip0_868_265)">