લખીમપુર ઘટનાને લઈને શરદ પવારે BJP પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ “ભાજપે કિંમત ચૂકવવી પડશે”

|

Oct 06, 2021 | 4:52 PM

આ ઘટનામાં મૃત્યુ પામેલા ખેડુતો અંગે દુ:ખ વ્યક્ત કરતા પવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે, વિપક્ષ તેમની સાથે છે અને ટૂંક સમયમાં આ ઘટના અંગે એક્શન લેવામાં આવશે.

લખીમપુર ઘટનાને લઈને શરદ પવારે BJP પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ ભાજપે કિંમત ચૂકવવી પડશે
Sharad Pawar (File Photo)

Follow us on

Maharashtra : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવારે લખીમપુર ઘટનાની સરખામણી જલિયાંવાલા ઘટના સાથે કરતા કહ્યું કે, લોકો ભાજપને તેનું યોગ્ય સ્થાન બતાવશે અને પાર્ટીને લખીમપુર ઘટનાની (Lakhimpur Incident) ભારે કિંમત ચૂકવવી પડશે. હિંસાને “ખેડૂતો પર હુમલો” ગણાવતા પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી પવારે જણાવ્યુ કે, આ ઘટના અંગે એક્શન લેવાની જવાબદારી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકારની છે.

પવારે ભાજપ સરકારની કરી ટીકા

વધુમાં તેમણે આ ઘટના અંગે કહ્યું કે, “કેન્દ્ર સરકાર હોય કે ઉત્તર પ્રદેશની સરકાર, તે પણ સહેજ સંવેદનશીલ નથી. જલિયાંવાલા બાગમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી, તે જ સ્થિતિ અમે ઉત્તરપ્રદેશમાં જોઈ રહ્યા છીએ. આજે નહિ તો કાલે તેમને તેની ભારે કિંમત ચૂકવવી પડશે.” ઉલ્લેખનીય છે કે, રવિવારે લખીમપુરમાં (Lakhimpur Violence) થયેલી હિંસામાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સરકાર ખેડુતોના અવાજને દબાવી શકશે નહિ

આ ઘટનામાં ખેડુતોના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કરતા પવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે, વિપક્ષ તેમની સાથે છે અને ટૂંક સમયમાં આ ઘટના અંગે નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તેમણે સુપ્રીમ કોર્ટના(Supreme Court)  હાલના ન્યાયાધીશ પાસે પણ તપાસની માંગણી કરી છે. પવારે જણાવ્યુ કે “હું ભાજપને કહેવા માંગુ છું કે તેઓ ખેડૂતોના અવાજને દબાવી શકશે નહીં. આખા દેશના ખેડૂતો એક થયા છે અને તેઓ સરકારમાં બેઠેલા લોકો દ્વારા સત્તાના આ દુરુપયોગ સામે લડશે.”

ભાજપ સરકાર પર સહેજ પણ સંવેદનશીલ નથી : શરદ પવાર

NCPના વડાએ ભાજપ સરકારો પર “અસંવેદનશીલ” હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે “તેઓ ખેડૂતોના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરવા પણ તૈયાર નથી” સરકાર (Government) પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, લોકશાહીમાં લોકોના મૂળભૂત અધિકારોની હત્યા કરવામાં આવી છે. તમે આ એક કે બે દિવસ માટે કરી શકો છો, પરંતુ તે લાંબા સમય સુધી ચાલી શકશે નહિ. લોકો તમને તમારૂ યોગ્ય સ્થાન બતાવશે. ”

સંજય રાઉતે પણ આ ઘટના સામે રાજકીય પક્ષોની સંયુક્ત કાર્યવાહીની હાકલ કરી

તમને જણાવી દઈએ કે, શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay Rawat) પણ આ ઘટના સામે રાજકીય પક્ષોની સંયુક્ત કાર્યવાહીની હાકલ કરી હતી. રાઉતે કહ્યું હતુ કે, “લખીમપુર ખેરી હિંસાથી રાષ્ટ્રનો આત્મા હચમચી ગયો છે, ઉત્તર પ્રદેશ સરકારે પ્રિયંકા ગાંધીની ધરપકડ કરી છે, વિપક્ષી નેતાઓને ખેડૂતોને મળવાની મંજૂરી નથી. ઉત્તર પ્રદેશમાં સરકારના દમન સામે સંયુક્ત વિપક્ષી કાર્યવાહીની જરૂર છે. ”

 

આ પણ વાંચો : Maharashtra : કોરોનાને કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર પરિવારની વ્હારે સરકાર, આ શહેરના 19000 હજાર પરિવારોને મળશે મદદ

આ પણ વાંચો : Big News : રેવ પાર્ટીના આયોજકોને આજે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું આયોજકો કરશે કોઈ ખુલાસો ?

Next Article